Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના કાળ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ રાજકોટના વિસ્તારોમાં આવ્યા છાંટા.

શુક્રવાર, 27 માર્ચ 2020 (10:21 IST)
બ્રેકિંગ ન્યુઝ 
 
રાજકોટ ના સોરઠીયા વાડી, ગુંદાવાડી, દેવપરા, મિલપરા સહિતના વિસ્તારોમાં આવ્યા છાંટા. 
રાજકોટના વાતાવરણમાં પલટો...
 
કોરોના વચ્ચે વરસાદી છાંટા શરૂ...
 
મવડી વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ...
એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે.
જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 
 
ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોરે કમોસમી વરસાદ પડ્યા હતો.
ભરૂચ અને જંબુસર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના વાતાવરણમાં પલટો આવતા આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કંડલામાં વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30થી 409 કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Raghav Chadha: અભિનેત્રી પરિણીતિ ચોપડા સાથે તમારા લગ્ન પણ આ કારણે થઈ શક્યા, રાઘવ ચઢ્ઢા પર AAP એ સાધ્યુ નિશાન

ગુજરાતી જોક્સ - કપૂર તો લઈ આવ

ગુજરાતી જોક્સ - કરોળિયો

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

આગળનો લેખ
Show comments