ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2020 (20:23 IST)

રાજ્યની તમામ નીચલી અદાલતો સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય

કોરોના વાયરસના કેરના કારણે ગુજરાત રાજ્યની તમામ નીચલી અદાલતો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના જ્યુડિશિયલ અને વહીવટી કામકાજને પણ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જારી કરી હાઇકોર્ટમાં તાબા હેઠળની તમામ અદાલતોને આદેશ આપવામાં આવ્યો છે કે કોરોના વાયરસે સર્જેલી પરિસ્થિતિ ના કારણે રાજ્યની તમામ અદાલતો 26મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અદાલતોમાં કોમર્શિયલ કોર્ટો, મોટર એકસીડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટો ફેમિલી કોર્ટો તેમજ સ્પેશિયલ કોર્ટનો પણ સમાવેશ થાય છે. જામીન અને રિમાન્ડના અર્જન્ટ કેસો માટે એક કોર્ટ કાર્યરત રહેશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં જ્યુડિશિયલ અને વહીવટી કામગીરીને સ્થગિત કરવામાં આવી છે હાઇકોર્ટની અર્જન્ટ બેન્ચમાં સમાવિષ્ટ ન્યાયમૂર્તિઓ તેમના ઘરેથી જ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અર્જન્ટ કેસોની સુનાવણી હાથ ધરશે