ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 24 માર્ચ 2020 (16:48 IST)

Corona effects-ગુજરાતની કચેરીઓમાં 31 માર્ચ સુધી રજા, જીવનજરૂરી વસ્તુઓ માટે ટાસ્ક ફોર્સની રચના

રાજ્યમાં કોરોનાના કહેરને પગલે આવશ્યક સેવા સાથે જોડાયેલી ન હોય તેવી કચેરીમાં આજથી 31 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવી છે. તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અંગે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેની ઉચ્ચ અધિકારી દ્વારા દરરોજ સમીક્ષા કરવામાં આવશે. આ ટાસ્કફોર્સ દ્વારા અનાજ શાકભાજી દૂધની તમામ ઘરવપરાશની વસ્તુઓ મેળવવામાં નાગરિકોને તકલીફ ન પડે તેનું મોનિટરિંગ કરવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જે વેપારી અને દુકાનદારોને અગવડ ન થાય તેનું ધ્યાન રાખશે. જ્યારે પોલીસ, આરોગ્ય, મહાનગર પાલિકા, નગર પાલિકા, પંચાયતો ચાલુ રહેશે. પરંતુ તેમાં આવશ્યક સેવા સાથે જોડાયેલા ન હોય તેવા કર્મચારીઓની હાજરી ઘટાડવામાં આવશે. જો કે ગેસ, પાણી પુરવઠા, ઇલેક્ટ્રિસીટીની કચેરીઓ ચાલુ રહેશે. ત્યારે ગુજરાત સરકારે શિક્ષણને લગતો એક મહત્વનો નિર્ણય લીધો છે જેમા ધોરણ 1થી7 અને ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે તેમજ રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે જેમાં ઉચ્ચ અધિકારી અને દરરોજ 12:00 મહત્ત્વની મિટિંગમાં સમીક્ષા કરવામાં આવશે. જેમાં અનાજ શાકભાજી દૂધની તમામ ઘર વપરાશની વસ્તુઓ મેળવવામાં નાગરિકોને તકલીફ ન પડે તેનું મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ આવશ્યક સેવા સાથે જોડાયેલી ન હોય તેવી કચેરીમાં આજથી 31 માર્ચ સુધી રજા રહેશે. જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે જે વેપારી અને દુકાનદારોને અગવડ ન થાય તેનું ધ્યાન રાખશે. કોરોના વાઈરસના પગલે બીજે ભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં પોલીસ, આરોગ્ય, મહાનગર પાલિકા, નગર પાલિકા, પંચાયતો ચાલુ રહેશે, પરંતુ તેમાં આવશ્યક સેવા સાથે જોડાયેલા ન હોય તેવા કર્મચારીઓની હાજરી ન્યુનતમ કરવામાં આવશે. ગેસ, પાણી પુરવઠા, ઇલેક્ટ્રિક સીટીની કચેરીઓ ચાલુ રહેશે. દૂધ, શાકભાજી અને અનાજ પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે કોઈ જ તંગી રહેશે નહીં. 31મી તારીખ સુધી તમામ વસ્તુઓ નિયમિત આસાનીથી મળી રહેશે. રાજ્યની 17 હજાર શેર પ્રાઈઝ દુકાનોમાંથી ઘઉં-ચોખા અને દાળ નિયમિત રીતે વિતરણ કરવામાં આવશે. ઉપરાંત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વિભાગના કર્મચારીઓએ પણ બિનજરૂરી અવરજવર નહીં કરવા મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. કલેકટર કચેરી જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા અને ઓફિસની મહત્વની જવાબદારી કોરોનાથી પ્રજાને મદદરૂપ થવાની છે.