સંબંધિત સમાચાર
- ગુજરાત-મધ્યપ્રદેશ સહિત આ રાજ્યો દરરોજ નોંધાયા છે 80%થી વધુ નવા કેસો, મૃત્યું દરમાં થયો ઘટાડો
- લોકડાઉનનું એક વર્ષ: પરપ્રાંતિય મજૂરોનું જીવન હજી પાટા પર પાછું નથી આવ્યું
- Bank- જો બેંકનું કામ આ અઠવાડિયામાં પૂર્ણ થયું નથી, તો તમારે 4 એપ્રિલ સુધી રાહ જોવી પડશે, એપ્રિલમાં ઘણી રજાઓ છે.
- 26 માર્ચથી લોકડાઉનની અફવા, દરરોજ હજારો મજૂરો ગામડાઓમાં સ્થળાંતર કરે છે
- શું ફરીથી લૉકડાઉનની જરૂર છે? 360 કેસ પર લાગ્યુ હતું જનતા કર્ફ્યુ, હવે માત્ર એક દિવસમાં મળી રહ્યા 50000ની નજીક
ગુજરાતથી ઋષિકેશ ગયેલા તમામ 22 યાત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
કુંભ મેળામાં ભાગ લેવા માટે ગુજરાતથી ઉત્તરાખંડ પહોંચેલી એક બસમાંથી 22 શ્રદ્ધાળુઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ બસ ચાર દિવસ પહેલાં ઋષિકેષ આવી હતી અને તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ બસમાં સવાર તમામ 22 મુસાફરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યા છે. તમને જણાવી દઇએ કે સોમવારે જ્યારે તેમનો રિપોર્ટ આવ્યો તો આ તમામ મુસાફરો પરત ફર્યા હતા. બીજી તરફ 24 કલાકમાં ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણના 100થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
મુશ્કેલી એ છે આ તમામ મુસાફરો પરત ફર્યા છે. આ દરમિયા તે કેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા તે કહી શકાય તેમ નથી. મુનિકીરેતીના ડો. જગદીશ ચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ વિભાગને ટીમ તપોવન મુનિકીરેતીમાં બહારથી આવનાર મુસાફરોના રેંડમ સેમ્પલિંગ કરી રહી છે.
ગત 18 માર્ચના રોજ એક બસને ચેકપોસ્ટ પર અટકાવવામાં આવી હતી. તેમાંથી 22 મુસાફરો સવારો હતા. થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન મોટાભાગના મુસાફરોનું તાપમાન વધુ હતું. આ તમામ મુસાફરોના આરટી પીસીઆર સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મુસાફરો અહીંથી જતા રહ્યા. સોમવારે સાંજે આ તમામ મુસાફરોના રિપોર્ટ પ્રાપ્ત થયા. રિપોર્ટ અનુસાર તમામ મુસાફરો સંક્રમિત મળી આવ્યા છે.
