સંબંધિત સમાચાર
- પાટણ, મહેસાણા, રાજકોટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, રાણકી વાવ જોવા આવેલા પર્યટક પર વીજળી પડતા મોત
- વાવાઝોડુ જખૌથી હવે માત્ર 70 કિ.મી દૂર, પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો
- Biparjoy Cycloneના પગલે સિંહોના રેસ્ક્યૂ માટે 184 ટીમ એક્શનમાં, 58 કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરીંગ થશે
- બિપરજોય વાવાઝોડા સામે રક્ષણ સામે દ્વારકાધીશ મંદિરે વિષ્ણુ યજ્ઞ શરુ, આફત ટાળવા વિષેશ પૂજા પણ કરાઈ
- ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ વ્યક્તિઓએ ચાલુ કોર્ટે જજની સામે જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું; લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, ભારે પવન સાથે વરસાદ
biporjoy
ગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRF, SDRF ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે, તો વિવિધ જિલ્લાઓનું વહિવટી તંત્ર પણ ખડેપગે રહી તમામ પ્રકારના સાવચેતીના પગલા લઈ રહ્યા છે.
વાવાઝોડાનું સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વાવાઝોડાને પગલે વિવિધ જિલ્લાઓમાં ખૂબજ ગંભીર અસર થવા પામી છે. આગામી બે કલાકમાં વાવાઝોડુ લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ત્યારે 1700થી વધુ ગામો, 75 દરિયાકાંઠા, 41 બંદરો પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે.
જામનગરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે, જેને ધ્યાને રાખી રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જિલ્લાના રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ ધ્યાને આવ્યા બાદ તુરંત 10 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું છે.વાવાઝોડું ટકરાય તે પહેલા ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે અને દરિયામાં આવેલો કરંટ છેક માછીમારોની બોટ સુધી જોવા મળ્યો છે. તો સુરક્ષિત સ્થાનો પર ગોઠવાયેલી બોટો સુધી દરિયાનું પાણી પહોંચી જતાં માછીમારો ચિંતિત થયા છે.
