Daily Horoscope
✕

ગુજરાતમાં ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય: આગામી દિવસોમાં જામશે વરસાદી માહોલ

Updated: સોમવાર, 29 જૂન 2026 (09:40 IST)
ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ ભલે ધીમી હોય, પરંતુ આગામી દિવસોમાં વરસાદી માહોલ બરાબરનો જામશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ એમ એકસાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે આગામી ૨ અને ૩ જુલાઈએ રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હાલ સ્થિર હોવા છતાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે તેમ હોવાથી ૧ અને ૨ જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે, તેમજ ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ALSO READ: Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

૨૮ જૂને વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી અને વહીવટી તંત્ર એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૮ જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
 

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને 'યલો એલર્ટ'

આગામી ૨થી ૪ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, જેના કારણે નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સાથે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને અને પ્રવાસીઓને જરૂરી સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ALSO READ: 20 Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

વરસાદ વચ્ચે અસહ્ય ગરમી અને બફારો: ડબલ ઋતુનો અહેસાસ

રાજ્યમાં એક તરફ વરસાદી સિસ્ટમ બંધાઈ રહી છે, તો બીજી તરફ લોકોને અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી અકળામણ વધી છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન ૩૮થી ૪૦ ડિગ્રી અને અમદાવાદમાં પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. મધ્યપ્રદેશ આસપાસના સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીના સિઝનલ ટ્રફના કારણે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેશે, જેથી લોકોને એકસાથે ગરમી અને વરસાદ એમ ડબલ ઋતુનો અહેસાસ થશે.
 
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

છઠના તહેવાર પર બિહારની આ ખાસ રેસીપી બનાવો: કચવાની (ચોખાના લાડુ)

પૌષ્ટિક ફણગાવેલી મઠની ઉસળ બનાવવાની રીત

ડાયાબિટીસના દર્દીએ નાસ્તામાં શુ ખાવુ જોઈએ, સવારે બ્લડ શુગરને કેવી રીતે કરશો કંટ્રોલ

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments