સંબંધિત સમાચાર
- મોદી વિનાની ચૂંટણીમાં કોંગ્રેસ વિકાસનું એન્કાઉન્ટર કરીને બાજી મારી શકશે?
- રાહુલ ગાંધીનું સંઘ વિરૂદ્ધનું નિવેદન આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પડી શકે છે
- ગુજરાતમા યોગી બોલ્યા 'ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું'
- દિવાળીને ખુશહાલ બનાવા માટે વાસ્તુ ટિપ્સ
- Today's Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર 13/10/2017
બોટ અને ડેકના ઠેકાણા નથીને ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થશે
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર મતદારોને આકાર્ષવા માટે અનેક જાહેરાતો કરી રહી છે. વડાપ્રધાન મોદી આગામી 17 ઓક્ટોબરે ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન કરશે. તેટલું જ નહીં તેઓ એક પેસેન્જર બોટમાં બેસીને ઘોઘાથી દહેજ સુધીનો પ્રવાસ પણ ખેડશે. તેમજ ભાવનગર અને ભરુચ ખાતે તેઓ એક લાખથી વધુ લોકોની મેદનીને સંબોધીત કરશે. ભાજપને આ યોજનાથી સૌરાષ્ટ્રના ભાવનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં લાભ મળશે તેવી આશા છે.જોકે મહત્વની વાત તો એ છે કે કેટલાક ટેક્નિકલ પાસાઓના કારણે, ઘાઘા સાઇટ પર કામ પૂર્ણ થયું ન હોવાથી અને રો-રો ફેરી માટે જરુરી બોટ હજુ સુધી ઉપલબ્ધ ન થઈ હોવા છતા અધૂરા કામ વચ્ચે પણ ચૂંટણીલક્ષી આ યોજાનાનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. આ માટે બે પેસેન્જર બોટને હાલના તબક્કે ઉપયોગ કરવામાં આવશે. જે સપ્તાહના અંત પહેલા ઘોઘા ખાતે પહોંચી જશે.
