સંબંધિત સમાચાર
- Unlock 3 Guidelines- અનલોક -3, નાઇટ કર્ફ્યુ હટાવવા, મેટ્રો અને શાળાઓ માટેના માર્ગદર્શિકા અત્યારે બંધ રહેશે
- Coronavirus: છેલ્લા 24 કલાકમાં 48513 નવા કેસ નોંધાયા છે
- Lockdown- ઘરની આ વસ્તુઓને દરરોજ સાફ કરવી નહી તો આરોગ્યને થશે નુકશાન
- Corona Virus Gujarat Update - રાજ્યમાં કોરોનાના નવા 1108 કેસ નોંધાયા, તો બીજી તરફ 73 ટકા દર્દીઓ સ્વસ્થ થયા
- અમદાવાદની સરકારી સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવી બંધ બારણે પરીક્ષા યોજી
ગાંધીનગરમાં થશે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, સોશિયલ ડિસ્ટેન્સિંગનું રખાશે ધ્યાન
રાજ્યમાં આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં થવાની છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. કોરોના વાયરસને કારણે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે હાજર રહેનાર લોકોએ માસ્ક પહેરવું પડશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે જ રાજ્યભરમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં યોજાનારા રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા જિલ્લામાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજર રહેશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં આરસી ફળદુ જામનગર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ, કૌશિક પટેલ આણંદ, ગણપત વસાવા સુરત, સૌરભ પટેલ બોટાદ, જયેશ રાદડિયા રાજકોટ, દિલીપ ઠાકોર પાટણ, ઈશ્વરભાઈ પરમાર તાપી, કુવરજી બાવળિયા સુરેન્દ્રનગર, જવાહર ચાવડા જૂનાગઢમાં હાજરી આપશે. તો રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠામાં હાજર રહેશે. બચુભાઈ ખાબડ દાહોદ, જયદ્રથસિંહ પરમાર પંચમહાલ, ઈશ્વર પટેલ ભરૂચ, વાસણ આહિર કચ્છ, વિભાવરી દવે ભાવનગર, રમણલાલ પાટકર વલસાડ, કિશોર કાનાણી નવસારી અને યોગેશભાઈ પટેલ વડોદરામાં હાજરી આપવામાં છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કલેક્ટરની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વનું આયોજન થશે.

