Daily Horoscope
✕

વાતાવરણમાં ઓચિંતા પલટાને કારણે કેસર કેરીના ભાવમાં ભારે કડાકો

Updated: મંગળવાર, 9 જૂન 2020 (15:52 IST)
ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાના કારણે કેરીના ભાવમાં તોતિંગ કડાકો નોંધાયો છે. ગત સપ્તાહ સુધી સારી કેસર કેરીની પેટી રૂ. 1000 આસપાસ મળતી હતી, જ્યારે મધ્યમ ફળવાળી કેસરની પેટીનો ભાવ રૂ.600થી 800 આસપાસ હતો. જો કે મેઘરાજાએ ઓચિંતી પધરામણી કરતાં વેપારીઓએ કેરીના ભાવ અડધા કરી નાખ્યા છે. સીઝનની શરૂઆતમાં કેસર કેરીની 10 કિલોની પેટીનો ભાવ રૂ.700થી શરૂ થતો હતો અને રૂ.1200માં મોટા ફળવાળી મીઠી કેરી મળતી હતી. બજારમાં કેરીનો પુરવઠો મોટી માત્રામાં ઉપલબ્ધ થવા છતાં કેરીની પેટીની કિંમતમાં માંડ રૂ.100-150નો ઘટાડો આવ્યો હતો. પાછલા ત્રણ દિવસથી ગાંધીનગરમાં વરસાદના ઝાપટાં અને ચોમાસુ માહોલના કારણે કેરીની કિંમતમાં ઓચિંતો કડાકો બોલી ગયો છે. હાલ સેકટર-21, 24 અને સેકટર-7ના શાક માર્કેટ ઉપરાંત વિવિધ માર્ગો પર પણ કેરીના ઢગલા જોવા મળે છે. અત્યાર સુધી 10 કિલોની પેટીમાં 50 રૂપિયા ઘટાડવામાં પણ સંમત નહીં થનારા વેપારીઓ હાલ રૂ.500-600માં મોટા ફળવાળી કેસર કેરી આપી રહ્યા છે, જેનો ભાવ ગત સપ્તાહ સુધી 100-1200 જેટલો હતો. મધ્યમ ફળવાળી કે કેરીની પેટી રૂ.400 આસપાસ મળી રહી છે. જૂનાગઢની કેસર કેરીની જેમ કચ્છી કેસરના ચાહકોનો વર્ગ પણ મોટો છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની સિઝન પૂરી થાય ત્યારે સામાન્ય રીતે કચ્છની કેસર બજારમાં દેખાતી હોય છે. આ વર્ષે હજુ સુધી કચ્છી કેસર જોવા મળતી નથી. સરકારની સહાયતાથી ચાલતા કચ્છી કેસરના સ્ટોલ પણ આ વર્ષે નથી. વરસાદબાદ  હવે થોડા દિવસોમાં કચ્છી કેસરનું આગમન થવાની કેરી રસિયાઓને આશા છે. 

વધુ જુઓ..

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

વધુ જુઓ..

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

આગળનો લેખ
Show comments