સંબંધિત સમાચાર
- અમદાવાદ: મોદી સ્ટેડિયમમાં મોદી વાડી ટી શર્ટમાં ક્રિકેટ જોવા પહોંચ્યા..
- મોદી સ્ટેડિયમમાં પ્રથમ દિવસે 26 હજારથી વધુ ટિકિટો વેચાઈ, લોકોને ખાણીપીણી ખૂબ જ મોંધી પડી, સ્મોલ પિત્ઝા 230 અને પાણીની બોટલના 50 વસૂલાયા
- વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામ પરથી કેમ રાખવામાં આવ્યું? અમિત શાહે તેનું કારણ સમજાવ્યું
- IND vs ENG 3rd Test - મોટેરા સ્ટેડિયમનુ નામ સ્ટેડિયમનુ નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યુ
- મોટેરા સ્ટેડિયમ માં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર ને હાજર રહેવા પાર્ટી નું ફરમાન
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં T20 મેચ માટે 100 ટકા સીટીંગ વ્યવસ્થા કરાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં T20 મેચ માટે 100 ટકા સીટીંગ વ્યવસ્થા કરાશે. સ્ટેડિયમ ની કેપિસિટી પ્રમાણે દર્શકો મેચ જોઈ શકશે.અગાઉ 60,000 લોકો આવી શકે તે માટે ની મંજૂરી મળી હતી,GCA દ્વારા લોકોના ઉત્સાહ ને ધ્યાનમાં રાખી ને હવે સ્ટેડિયમ માં 132000 ની સીટીંગ વ્યવસ્થા કરશે.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં 5 T20 મેચની સિરીઝ યોજાવાની છે જેને લઈને લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ત્યારે અગાઉ સ્ટેડિયમ ની ક્ષમતા ના50 % દર્શકો માટે ની મંજૂરી આપવામાં આવી હતી .પરંતુ આ સ્ટેડિયમ માં વધુ માં વધુ લોકો મેચ જોઈ શકે તે માટે GCA એ મહત્વ નો નિર્ણય લીધો છે. GCA એ 100 ટકા દર્શકો એટલે 1,32,000 લોકો માટે ની પરવાનગી આપવામાં આવી છે .જેને લઈને હવે લોકો સરળતા થી મેચની ટિકિટ ખરીદી શકશે.સાથે અત્યારે સુધી પહેલી 2 T 20 મેચ ની 49000 ટિકિટ વેચાઈ ચુકી છે.જોકે હજી પણ લોકો ટિકિટ બુકીંગ કરી રહ્યા છે જોકે આ માહિતી GCA ના વિશ્વનીય સૂત્રો તરફથી મળી રહી છે પરંતુ આની સત્તાવાર માહિતી GCA દ્વારા જાહેર કરવામાં આવશે.
