સોમવાર, 28 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (12:40 IST)

મોટેરા સ્ટેડિયમ માં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર ને હાજર રહેવા પાર્ટી નું ફરમાન

મોટેરા સ્ટેડિયમ માં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર ને હાજર રહેવા પાર્ટી નું ફરમાન, સ્ટેડિયમ આવેલા બોડકદેવ ના મહિલા કાઉન્સિલર ને  મેચ વિશે પૂછતાં કહ્યું ..ખબર નઇ પણ હું અહીંયા આવી છું એ વાત નો આંનદ છે.
 
 અમદાવાદ માં વિશ્વ ના સૌથી મોટા સ્ટેડિયમ માં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે જેને લઈને ભાજપ ના તમામ હોદેદારો ને આ કાર્યક્રમ માં હાજર રહેવા માટે સૂચન કરાયું છે સાથે તેઓ ને મેચ માં પણ હાજર રહેવા  સૂચન કરાયું છે ત્યારે બોડકદેવ વોર્ડ ના ભાજપ ના 4 કાઉન્સિલર પણ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા .તેઓ એ સ્ટેડિયમ ના ગેટ ની બહાર જય જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા ત્યારે તેમના ભાજપ ના મહિલા કાઉન્સિલર વાસંદી બેન પટેલ એ દિવ્યભાસ્કર સાથે ની વાતચિત માં જણાવ્યું કે તેઓ અહીંયા આવ્યા છે એનો તેમને ગૌરવ છે સાથે તેઓ એ કહ્યું કે આ સ્ટેડિયમ ના આ કાર્યકમ  સાથે હું મેચ જોઇશ ત્યારે તેઓ ને પૂછવામાં આવ્યું કે કોની કોની વચ્ચે મેચ છે ત્યારે તેઓ એ કીધું કે "" એ મને ખબર નથી પણ હું અહીંયા આવી છું એનો આનંદ છે સાથે તમામ ભાજપ ના હોદેદારો પણ આજે અહીંયા આવ્યા છે.