ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (10:37 IST)

અમદાવાદ: બપોરે 2 વાગે ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ આવશે અમદાવાદ..

motera stadium ahmedabad
અમદાવાદ: ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 તારીખે ટેસ્ટ મેચ રમાવનારી છે જેને લઇને સ્ટેડિયમ તરફથી તૈયારીઓ પૂર્ણ થવા આવી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડીયા અને ટીમ ઇંગ્લેન્ડ બપોરે 2 આવી પહોંચશે.એરપોર્ટ પર આવ્યા બાદ બંને ટીમ સીધી આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થશે.હયાત હોટલ ખાતે બંને ટીમના તમામ ખેલાડીઓ રોકશે.મેચને 6 દિવસ બાકી હશે તે અગાઉ જ બંને ટીમ અમદાવાદ પહોંચીને મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે.મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.મોટેરા સ્ટેડિયમના ઈન ડોર અને આઉટ ડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે.બંને ટીમ આગામી 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકશે અને ટેસ્ટ મેચ બાદ T- 20 મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પૂરી કરીને બંને ટીમ અહીંયાથી રવાના થશે.