મોટેરા માં મેચ ને લઈને સ્ટેડિયમ ની ફરતે ના રસ્તા કરાયા બંધ,સ્થાનિકો અને નોકરિયાતો અટવાયા,
મોટેરા સ્ટેડિયમ માં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ મેચ રમાવવાની છે સાથે સ્ટેડિયમ ના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ માં આવવાના છે જેને લઈને તમામ રોડ રસ્તા પર બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્ટેડિયમ ની આજુબાજુ રહેતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એક મહિલા ને નોકરી જવા માટે પોતાના ઘર થી નીકળવું હતું તો તેને પોલીસ એ 20 મીન સુધી અટકાવી રાખી હતી જેને લઈને તેને સ્ટેડિયમ ના ગેટ ની બહાર પોલીસ ના અધિકારી સાથે બોલાચાલી કરી ને કહ્યું કે અમે 10 મીન મોડા પડીએ તો અમારો પગાર કપાઈ જાય છે તમારે તો શુ ...? ક્રિકેટરો ને લાખો રૂપિયામળે છે તેમના માટે અમારે કેમ હેરાન થવાનું.ત્યારે પોલીસ અધિકારી એ જણાવ્યું કે અમે અહીંયા માત્ર ફરજ નિભાવી એ છીએ અમને ઉપર થી સૂચના મળતી હોય છે.