How to use AVTM: જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ નહી, રેલવે સ્ટેશન પર લાગેલ AVTM નો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સંપૂર્ણ માહિતી
રેલવે સ્ટેશન પર જનરલ કે પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહી પડે. ભારતીય રેલમાં દેશના બધા સ્ટેશનો પર AVTM એટલે કે ઓટોમેટિક ટિકટ વેંડિંગ મશીન લગાવવાનુ કામ કરી રહી છે. આ મશીન દ્વારા તમે સહેલાઈથી જનરલ એટલે કે અનઆરક્ષિત અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકો છો. આના દ્વારા ટિકિટ બુક કરવી ખૂબ જ સરળ છે અને લાંબી લાઈનમાં લાગવાની પણ જરૂર નહી પડે.
વિશેષ રૂપે તહેવાર અને ખાસ અવસર પર રેલવે સ્ટેશન પર ખૂબ ભીડ હોય છે. જેને કારણે UTS ટિકિટ કાઉંટર પર લાંબી લાઈન લાગી જાય છે. અનેકવાર આના ચક્કરમાં તો રેલ મુસાફરો ની ટ્રેન પણ છૂટી જાય છે. આવામાં તમે સ્ટેશન પર લાગેલા AVTM દ્વારા તમારી મુસફરી અને પ્લેટફોર્મ ટિકિટ સહેલાઈથી બુક કરી શકો છો. AVTM નો ઉપયોગ કરવો ખૂબ જ સહેલો છે. ભારતીય રેલ એ AVTM થી ટિકિટ બુક કરવાની સંમ્પૂર્ણ રીતે સમજાવી છે.
AVTM નો કેવી રીતે કરવો ઉપયોગ ?
AVTM નો ઉપયોગ અનઆરક્ષિત અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાની સાથે સાથે સીઝન ટિકિટને રિન્યુ કરવા માટે પણ કરવામાં આવે છે. તમે AVTM દ્વારા બે રીતે ટિકિટ બુક કરી શકો છો. તમે તમારા ફોનમાં UPI એપ કે પછી રેલવે દ્વારા રજુ થયેલ સ્માર્ટ કાર્ડ દ્વારા પેમેંટ કરી શકો છો.
- સૌથી પહેલા રેલવે સ્ટેશન પર લાગેલા AVTM પર જાવ અને મૈપનો ઉપયોગ કરીને તમારા જવાના સ્થળને સિલેક્ટ કરો.
- ત્યાર બાદ યાત્રાના રૂટ ને સિલેક્ટ કરો
- પછી તમારે કેટલી ટિકિટ બુક કરવાની છે તે સિલેક્ટ કરો અને પેમેંટવાળા ઓપ્શન પર જાવ
- અહી તમને રેલવે સ્માર્ટ કાર્ડ કે રેલ વોલેટ ઉપરાંત QR કોડ દ્વારા UPI પેમેંટનુ ઓપ્શન મળશે.
- જો તમે સ્માર્ટ કાર્ડ દ્વારા ચુકવણી કરો છો તો સ્માર્ટ કાર્ડ રીડરમાં તમારુ કાર્ડ મુકો અને પેમેંત થયા પછી ટિકિટ પ્રાપ્ત કરો.
- બીજી બાજુ જો તમે QR કોડ દ્વારા UPI પેમેંટવાળુ ઓપ્શન પસંદ કરો છો તો ફોનમાં UPI એપ પર જઈને QR ને સ્કેન કરો અને ચુકવણી કરીને ટિકિટ પ્રાપ્ત કરો.
- રેલ વૉલેટનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં UTS એપ પર જવુ પડશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP યુઝ કરીને પેમેંટ કરવુ પડશે ત્યારબાદ ટિકિટ પ્રાપ્ત કરો.
ભારતીય રેલવેએ બધા મોટા સ્ટેશનો પર મોટી સંખ્યામાં AVTM લગાવ્યા છે જેથી રેલ મુસાફરો જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ તેમજ સીઝન તીકિટ માટે લાંબી લાઈનમાં ઉભા ન રહેવુ પડે અને યાત્રા સુગમ રીતે કરી શકાય.