શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 નવેમ્બર 2025 (11:06 IST)

Dharmendra Health Update: ઘર્મેન્દ્રને હોસ્પિટલમાંથી કર્યા ડિસ્ચાર્જ, હવે ઘરમાં જ થશે હી-મેનની સારવાર

Dharmendra Health Update
દિગ્ગજ અભિનેતા ઘર્મેન્દ્રનુ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય બગડવાને કારણે મુંબઈની બીચ કૈડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા 89 વર્ષીય અભિનેતાને લઈને એક રાહતના સમાચાર છે. એક બાજુ જ યા ઘર્મેન્દ્રને 10 નવેમ્બરના રોજ વેંટિલેટર પર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા, તો બીજી બાજુ એવુ બતાવાય રહ્યુ છે કે અભિનેતાના આરોગ્યમાં પહેલા કરતા ઘણો સુધાર છે, જેને કારણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારબાદ અભિનેતાના બંગલામાં જ તેમની સારવાર ચાલુ રહેશે.  

 
હવે ઘરમાં જ થશે ઘર્મેન્દ્રની સારવાર 
બ્રીચ કૈંડી હોસ્પિટલમા ડોક્ટરે ચોખવટ કરી કે ઘર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કારણ કે પરિવારે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે.  અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ હવે ઘરમાં તેમની સારવાર કરવામાં આવશે.  અભિનેતાને એબુલેંસ દ્વારા તેમના ઘરે મોકલવામં આવ્યા છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ઈસ્ટેટ બોલીવુડે પોતાના ઓફિશિયલ એકાઉંટ પર આ વીડિયો શેયર કર્યો છે. જેમા ઘર્મેન્દ્રને એંબુલેંસ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. આ સમાચારથી અભિનેતાના ફેંસ ખૂબ જ ખુશ છે અને તેમના જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.  
 
પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે સ્વાસ્થ્ય અપડેટ્સ આપ્યા.
11 નવેમ્બરના રોજ, હેમા માલિની અને તેમની પુત્રી એશા દેઓલે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે ધર્મેન્દ્રના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એશાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "એવું લાગે છે કે મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. મારા પિતાનું સ્વાસ્થ્ય સ્થિર છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરનારાઓનો હૃદયપૂર્વક આભાર."
 
ધર્મેન્દ્ર  12 દિવસથી બીમાર 
નોંધનીય છે કે ૧ નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે, તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા, જેના કારણે તેમનો આખો પરિવાર તેમને મળવા આવ્યો હતો. દરમિયાન, શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન અને આમિર ખાન સુધીના ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન, મંગળવારે અફવાઓ ફેલાઈ હતી કે ધર્મેન્દ્ર હવે જીવિત નથી. ત્યારબાદ, તેમની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી કે ધર્મેન્દ્ર જીવિત છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અફવાઓ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.