સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (11:39 IST)

મોદી સ્ટેડિયમમાં પ્રથમ દિવસે 26 હજારથી વધુ ટિકિટો વેચાઈ, લોકોને ખાણીપીણી ખૂબ જ મોંધી પડી, સ્મોલ પિત્ઝા 230 અને પાણીની બોટલના 50 વસૂલાયા

મોટેરાના નવનિર્મિત સ્ટેડિયમ ખાતે બુધવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. મેચના પ્રથમ દિવસે 26 હજારથી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું, જ્યારે 45 હજાર પ્રેક્ષકોએ મેચ જોઈ હતી. 1 લાખથી વધુની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાઉં રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયા હતા, જ્યારે પાણીની 500 મિલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. એમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી. મેચને લઈને ખેલાડીઓ ઉપરાંત ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 23 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેડિયમના 1 અને 2 નંબરના ગેટ પરથી લોકોને ચેક કરીને એન્ટ્રી આપવામાં આવતી હોવાથી 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી ગઈ હતી.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી, જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં, જ્યારે વડાપાંઉ રૂ.40માં અને રૂ.30માં સમોસાં વેચાયાં હતાં, જ્યારે પાણીની 500 મિલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. તેમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી. સ્ટેડિયમની અંદર અમૂલ પાર્લરના 50 સ્ટોલ બનાવવા આવ્યા હતા. જ્યાં પાણીની બોટલ - છાશ સહિતનું વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં પાણીની 500 મિલીની બોટલ કે જે બહાર 10 રૂપિયામાં મળે છે એ 50 રૂપિયામાં વેચવામાં આવી હતી, જ્યારે છાશનો એક ગ્લાસ 30 રૂપિયામાં વેચવામાં આવતો હતો, પરંતુ ગરમીને કારણે લોકોએ પાણીની બોટલો વધારે વેચાઈ જતાં સાંજે 7 વાગ્યે તો બોટલો ખૂટી પડી હતી. ત્યાર બાદ 10 રૂપિયામાં પાણીનો એક ગ્લાસ વેચવાનું શરૂ કર્યું હતું. જ્યારે છાશના ગ્લાસનો ભાવ પણ વધારીને 40 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. અનેક પ્રેક્ષકોને ના છૂટકે ઊંચા ભાવે ખાણીપીણીની વસ્તુ ખરીદવાની ફરજ પડી હતી.