Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સિઝનનો 68% વરસાદ છતાંય જળાશયોમાં હજુ સરેરાશ 55% ઘટ

શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:06 IST)
ચોમાસાની વર્તમાન સિઝનમાં ૨૨.૩૪ ઈંચ સાથે મોસમનો ૬૮.૨૯% વરસાદ નોંધાયો છે. જેની સામે જળાશયોમાં હજુ સુધી સરેરાશ ૪૪.૧૯% જળસ્તર છે. ગુજરાતમાં કુલ ૨૦૩ સ્કિમમાંથી ૧૫ જળાશયો ૧૦૦% ભરાયા છે જ્યારે ૯ સંપૂર્ણ ખાલીખમ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસ્તર ૪૮.૧૮% છે.  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના સૌથી વધુ ૮, દક્ષિણ ગુજરાતના ૫ અને મધ્ય ગુજરાતના ૨ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છમાં હજુ સુધી ૧૬.૪૧ ઈંચ સાથે મોસમનો ૨૩.૮૯% વરસાદ પડયો છે. કચ્છના ૨૦ જળાશયોમાં માત્ર ૧૨.૨૨% જથ્થો છે. આમ, કચ્છમાં સાધારણ વરસાદને લીધે સ્થિતિ સૌથી ચિંતાજનક છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ૧૦.૬૨ ઈંચ સાથે મોસમનો ૩૭.૩૪% વરસાદ પડયો છે.
જેની સામે ઉત્તર ગુજરાતની ૧૫ સ્કિમમાંથી ૩૨.૯૬% જથ્થો  છે. માત્ર મધ્ય ગુજરાતમાં સ્થિતિ મહદ્અંશે સારી છે. મધ્ય ગુજરાતમાં ૧૯.૯૬ ઈંચ સાથે મોસમનો ૬૧.૩૫% વરસાદ પડયો. જેની સામે તેના ૧૭ જળાશયમાંથી ૨ સંપૂર્ણ ભરાયા છે અને તેમાં કુલ ૬૯.૫૨% જથ્થો છે. સૌરાષ્ટ્રની ૧૩૮ સ્કિમમાંથી ૮ સંપૂર્ણ ભરાયા છે અને તેમાં ૪૪.૪૯% જળનો જથ્થો છે.  કુલ ૨૫ જળાશયમાં ૯૦%થી વધારે જળનો જથ્થો હોવાથી તેમાં હાઇ એલર્ટ, ૧૨ જળાશયમાં ૮૦%થી ૯૦% જળનો જથ્થો હોવાથી એલર્ટ, ૮ જળાશયોમાં ૭૦%થી ૮૦% જથ્થો હોવાથી તેમાં વોર્નિંગ જાહેર કરાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં વધુ સુધારો જોવા મળી શકે છે તેમ મનાય છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Sabarimala Temple સબરીમાલા મંદિર

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

આગળનો લેખ
Show comments