જાન્યુઆરી-2019થી અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન
અમદાવાદમાં જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. તે મેટ્રો ટ્રેન આગામી જાન્યુઆરીથી દોડવા માંડશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે ઉરોક્ત જાહેરાત કરી છે. તેમણે આજે અમદાવાદમાં કાલુપુર અને સરસપુરમાં મેટ્રો અન્ડરગ્રાઉન્ડ ટનલની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં પહેલા તબક્કામાં 40 કિલોમીટરના રુટ પર મેટ્રો દોડશે.આ પૈકી 33 કિલોમીટરનો રુટ એલિવેટેડ અને 7 કિલોમીટરનો રુટ અંડરગ્રાઉ્ન્ડ હશે. અમદાવાદમાં મેટ્રોના રુટ પર 32 સ્ટેશન બનવાના છે. આ પૈકીના 4 સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે.પહેલા તબક્કાના રુટ માટે 6 સ્ટેશનોના બાંધકામની કામગીરી ચાલુ વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં પુરી થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનની સુવિધા કાર્યરત થઈ જશે. અમદાવાદીઓ આ પ્રોજેક્ટ કાર્યરત થાય તેની રાહ જોઈ રહ્યા છે.મેટ્રો ટ્રેનના કારણે અમદાવાદની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે તેવુ મનાઈ રહ્યુ છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનુ બજેટ 10000 કરોડ છે.