સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:11 IST)

કાલે ગુજરાતમાં પીએમ મોદીની થશે પધરામણી, જાણીલો શું છે આખો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવનાર છે. હવે આગામી 23 ઓગસ્ટે એટલે કે આવતી કાલે પીએમ મોદી ગુજરાત આવશે. PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે અગાઉથી સોગઠા ગોઠવાઈ ગયા છે. 23 ઓગસ્ટે PM મોદી સવારે 9.30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે, ત્યારબાદ સુરતથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. ત્યાં 12 વાગ્યા સુધી વલસાડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી વલસાડમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જવા થશે રવાના થશે. બપોરે 2 કલાકે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમ પતાવી ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ બપોરે 3 કલાકે ગાંધીનગરમાં FSLના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. FSLનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સાથે ભાજપના નેતાઓ એક બેઠક કરશે, અને ત્યારબાદ રાત્રિ ભોજન બાદ 8.30 વાગે PM દિલ્હી જવા રવાના થશે.
તેઓ જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. 600 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 700 જેટલા બેડ મુકવામાં આવ્યા છે. અદ્યતન ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલમાં ફ્રી માં દર્દીઓને સેવા આપવામાં આવે છે. આ હોસ્પિટલમાંથી દરરોજ 1200 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર લેતા હોય છે. જ્યારે આ હોસ્પિટલમાં દર મહિને 600 જેટલી મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન એ ક્સરે મશીન અને અદ્યતન મશીનો પણ મુકવામાં આવી છે.
23 ઓગસ્ટના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજાશે. તે વખતે લોકસભા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે પરામર્શ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આગામી સમયમાં 2019ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો જમાવવા પીએમ મોદીની આગેવાનીમાં તખ્તો ઘડાઈ શકે છે.
ગાંધીનગરમાં FSLનાં કાર્યક્રમ બાદ મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ હાજરી આપશે. બાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ અને એલ.કે.અડવાણી પણ હાજર રહેશે. પીએમ મોદી વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ આવાસનું લોકાર્પણ કરશે. જ્યારે જૂનાગઢમાં પશુપાલન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અને ગાંધીનગરમાં એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ ત્રણેય કાર્યકમની અગલ અલગ અધિકારીઓ અને પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ ભારે વરસાદને કારણે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો હતો.