રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 14 જુલાઈ 2018 (12:38 IST)

PM મોદી આજે સૌથી લાંબા એક્સપ્રેસ વે નો કરશે શિલાન્યાસ, જાણો તેની ખાસિયતો

પીએમ નરેન્દ્ર મોદી પૂર્વાચલ એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કરશે. આ એક્સપ્રેસ વે પૂર્વાચલ માટે લાઈફલાઈન સાબિત થશે. કારણ કે આ એક્સપ્રેસ વે દ્વારા અનેક જીલ્લા પરસ્પર જોડાશે. સાથે જ આ એક્સપ્રેસ વે ના કિનારે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસિત કરવામાં આવશે. જે બેરોજગારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.  બીજેપી સરકાર આ કોશિશમાં છે કે પૂર્વાચલના લોકો માટે લખનૌ સુધીની સફર સહેલી કરવામાં આવે. લોકોને સુરક્ષિત અને સારી મુસાફરી માટે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માર્ગને પૂર્વાચલ એક્સપ્રેસ વે નામ આપવામાં આવ્યુ છે. 354 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનૌથી શરૂ થઈને બારાબંકી, ફૈજાબાદ, આંબેડકરનગર, અમેઠી, સુલ્તાનપુર, આઝમગઢ, મઉ અને ગાજીપુરથી થઈને પસાર થશે. 
 
પૂર્વાચલ એક્સપ્રેસ વે કેમ છે ખાસ.. 
 
– પૂર્વાચલ એક્સપ્રેસ-વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે.
– 354 કિલોમીટર લાંબો હશે પૂર્વાચલ એક્સપ્રેસ-વે
– લખનઉથી ગાજીપુર સુધી આ એક્સપ્રેસ-વે બનશે.
– દિલ્હીથી ગાજીપુરનું અંતર ઓછું થશે, સરળ રહેશે સફર
– લખનઉના ચંદસરાય ગામમાંથી શરૂ થશે આ એક્સપ્રેસ-વે
– ગાજીપુરના હૈદરિયા ગામ સુધી બનશે એક્સપ્રેસ-વે
– 4-5 કલાકમાં પુરી થશે લખનઉ-ગાજીપુરની સફર
– આ 6 લેનનો હશે એક્સપ્રેસ-વે, જે 8 લેન સુધી વધારી શકાય છે.
– આ ટોટલ કંટ્રોલ્ડ એક્સપ્રેસ-વે હશે.
– લગભગ 17,000 કરોડના ખર્ચે બનશે.
– આજમગઢ-ગોરખુપુર માટે 100 કિમી લાંબો નવા લિંક એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે.
– લિંક એક્સપ્રેસ-વે ગોરખપુરના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સાથે જોડાશે.
– તેને તૈયાર કરવા માટે 2 વર્ષ 6 મહિનાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
– પૂર્વાંચલ એક્સપ્રેસ-વે લખનઉ, બારાબંકી, અમેઠી, અંબેડકરનગર, ફૈઝાબાદ, સુલ્તાનપુર, આજમગઢ, મઉ અને ગાજિપુર થઈને પસાર થશે.