Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો, પણ રાજ્યના આ વિસ્તારો જળબંબાકાર

સોમવાર, 17 ઑગસ્ટ 2020 (13:02 IST)
છેલ્લા 72 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે સુરતમાં ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જો કે રવિવારે રાજ્યમાં કચ્છ , ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ઝીંકાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો છે. રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 158 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં 28 તાલુકાઓ એવા છે કે જેમાં 1થી5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કચ્છમાં માંડવીમાં 5 ઈંચ, મુદ્રામાં 5 ઈંચ અને ગાંધી ધામમાં અઢી ઈંચ વરસાદ થયો હતો.

વલસાડના ધરમપુરમાં 3 ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં 2.6 ઈંચ, ખંભાતમાં 3 ઈંચ, ભીલોડામાં 2 ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં 2 ઈંચ, દાંતામાં 1.4 ઈંચ, ધોરાજીમાં 1 ઈંચ વરસાદ થયો હતો.ગત રોજ રાજ્યમાં 201 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જે પૈકી કપરાડામાં લગભગ 7 ઈંચની નજીક વરસાદ થયો હતો. બીજા ક્રમે ડાંગના વઘાઈમાં 5 ઈંચ, મહેસાણાના ઊંઝામાં 4 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. આ સાથે રાજયમાં 82 તાલુકાઓ એવા છે કે જેમાં રાજયમાં 7ઈંચથી લઈને 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો.રાજ્યમાં ચોમાસાની મોસમમાં તા.15મી ઓગસ્ટ સુધીમાં 77.23 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 122.18 ટકા , ઉત્તર ગુજરાતમાં 54.15 ટકા, મધ્ય – પૂર્વમાં 59.97 ટકા, સૌરાષ્ટ્રમાં 111.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.57 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હવામાન ખાતાની આગાઈ મુજબ તા.16મીથી 20 મી ઓગષ્ટ સુધી દરિયો તોફાની રહેવાની શકયતા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનાઓ  આપવામાં આવી છે. 19 ઓગસ્ટના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે તા.16મીથી 20 મી ઓગષ્ટ સુધી દરિયો તોફાની રહેવાની શકયતાને પગલે માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં. આ દિવસો દરમ્યાન દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે પ્રતિ કલાકના 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે 18મી ઓગસ્ટ સુધીમાં સાગરકાંઠે 3.5 મીટરથી 4.6 મીટર ઊંચા મોજા પણ ઉછળે તેવી સંભાવના છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

આગળનો લેખ
Show comments