શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2017 (13:28 IST)

Rain In Saurashtra - સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતાં નદીનાંળા છલકાયાં,દેલવાડામાં એક કલાકમાં 3 ઇંચ

ઊના ગીર પંથકમાં ધરતીપુત્રો ઉપર પ્રેમ વરસ્યો હોય તેમ મેઘરાજા સાર્વત્રીક વરસી પડતા  લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.  અમરેલી જિલ્લામા આજે પણ મેઘમહેર ઉતરી આવી હતી. ધારી, રાજુલા જાફરાબાદ તેમજ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમા અડધાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક નદીઓમા પુર પણ આવ્યું હતુ.  બે દિવસથી જિલ્લામા  મેઘમહેર થતાં લોકોમા ખુશી જોવા મળી રહી છે.

 ગોવિંદપુરમા એક ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. દેલવાડામાં એક કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા ચારેકોર પાણી ઘરો અને દુકાનોમાં ઘુસી જતા ભાગદોડ મચી ગયેલ હતી તો ગીરગઢડા તાલુકાના ધાબાવડ ગામે 2 ઇંચ પડતા ખેતરોના આડે ઉભા કરેલા પાળાઓ તોડી પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા. મોસમનો પ્રથમ વરસાદ ભારે ધમાકેદાર એન્ટ્રી સાથે આવી પડતા શહેરી વિસ્તાર ચારેકોર પાણીની રેલમછેલ જોવા મળી હતી તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને મુશ્કેલી સર્જાય હતી.