સંબંધિત સમાચાર
- ભાજપમાં ભારે ભૂકંપની સ્થિતિઃ ભાજપના ધારાસભ્યોમાં હજુ અસંતોષઃ ગમે ત્યારે રોષ ભભૂકશે
- ગુજરાતમાં ખેડૂતો અને બેકારોના આપઘાતના બનાવો મુદ્દે કોંગ્રેસ બેરોજગારી રજિસ્ટર અભિયાન આરંભશે
- મંદીને કારણે ખુદ હીરાના કારખાનાનો માલિક જાતે જ 60 લાખના હિરાનો લૂંટારો બન્યો
- Weather upadates- જાણો આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે
- ગુજરાત હાઈકોર્ટની કામગીરી ગુજરાતીમાં થાય તે માટે આજથી સહી ઝુંબેશ શરૂ થશે
Shaheen Bagh protests- શાહિબાગ શહિદ સ્મારક પાસે માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોના ધરણાં
ગુજરાતમાં હવે ચારેબાજુ આંદોલનો શરુ થઈ ગયાં છે. એક બાજુ લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાનું આંદોલન ગાંધીનગરમાં કેટલાય દિવસથી શરુ થયેલું છે. બીજી બાજુ ખેડૂતો સરકારી સહાય અને પાક વિમા મુદ્દે લાલઘૂમ છે. ઉત્તર ગુજરાતમાં એક બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ખુદ સીએમ રુપાણી પણ સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરી ચૂક્યા છે. તો ભાજપના જ ધારાસભ્યોમાં અંદરો અંદર અધિકારીઓ કોઈનું સાંભળતા નહીં હોવાની અનેક ચર્ચાઓ ચાલી છે. ત્યારે હવે જેના નામે દેશભક્તિની મશાલો લઈને નિકળવા વાળાઓ હવે તેમની જ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના શહીદ સ્મારક પાસે હજારો સૈનિકોના પરિવારજનો પોતાની માંગ સાથે ધરણા પર બેઠા છે. તેઓ શાહીબાગથી ગાંધીનગર તરફ જાય તેવી શક્યતા છે, જેને પગલે હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનોએ નોકરી, વળથર સહિતની 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે.

