સંબંધિત સમાચાર
- અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ, બસની બ્રેક ફેલ થતા પલટી બસ, 9ના મોત
- દુબઈમાં ઈદ મનાવી પરત ફરી રહેલા 8 ભારતીય સહિત 17 લોકોનાં અકસ્માતમાં મૃત્યુ
- બદ્રીનાથ હાઈવે પર ભીષણ એક્સીડેંટ, પળ ભરમાં ચીસ-પોકાર
- સૂરત અગ્નિકાંડ - 7 બાળકો અને સ્ટાફની જીંદગી બચાવી, ખુદ માથામાં વાગવાથી ઘાયલ
- છેલ્લા બે દિવસમાં અકસ્માતોની વણઝાર, 10 લોકોના મોત બાદ લોકોનો ચક્કજામ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
ગુજરાતમાં રવિવાર જાણો ગોઝારો સાબિત થયો હતો. રાજ્યમાં અવારનવાર થતાં અકસ્માતોમાં રવિવારે વધુ ચાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિના મોત થયા છે, તો 25 જેટલા લોકો ઘાયલ થયા છે. કેશોદમાં કેવદ્રા પાટીયા પાસે ટેમ્પોએ રસ્તા પર પલ્ટી મારતા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભરૂચના અંકલેશ્વર નજીક માંડવા રોડ પર થયેલ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પણ એક જીપ પલટી મારી જતા 4 લોકો અકસ્માતના ભોગે ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં બેઠેલા ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બોટાદના બરવાળા નજીક એસટી બસ પલટી મારવાની ઘટના સામે આવી હતી. ધંધુકા-ભાવનગર હાઈવે પર ઉનાથી દાહોદ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 12 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
ये भी पढ़ें
