સંબંધિત સમાચાર
- Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ
- ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી
- Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી
- અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓના વાહનનો ભયાનક અકસ્માત, 3 ના મોત, 11 ઘાયલ
- નોટબંધી પછી જૂની 500-1000 રૂપિયાની નોટો કેમ છાપવામાં આવી રહી છે? દિલ્હીમાં મોટી રિકવરી, ૩.૫ કરોડ રૂપિયા સાથે ૪ લોકોની ધરપકડ.
Surendranagar Accident - સુરેન્દ્રનગરમાં નોકરીના પહેલા જ દિવસે બે ભાઈઓનુ ભયંકર અકસ્માત, માથુ ધડથી અલગ અને શરીરના ટુકડે ટુકડા
Surendranagar Accident - રોજબરોજ વધતા અકસ્માતો પાછળનુ એકમાત્ર કારણ ઉતાવળ અને બાઈક કે કારને હવાઈ જહાજ સમજીને ચલાવવાની યુવકોની આદત. યુવાનો ક્યારે સમજશે તેમનો આ જોશ તેમના પરિવારને કેટલો ભારે પડી શકે છે. આવો જ એક અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે થયો હતો. જેને જોઈને ભલભલાને હ્રદય કાપી ગયુ. અજાણો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો અને આ ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
સૂત્રોના જણાવ્યા મુજબ એક બાઈક પર જતા 3 યુવકોમાંથી 2 સગા ભાઈઓ હતા. જેમનો આજ રોજ નોકરીમાં પહેલો દિવસ હતો. માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને એના નાના ભાઈ મયુર નરશીભાઈ દેવીપૂજકને દિવસના 400 રુપિયા લેખે નોકરી પર લગાડ્યા હતા.
અકસ્માતની જાણ થતાં હાઇવે પર લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. સ્થાનિકો અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને 108ને જાણ કરતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
