1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. This statement was given by Union Minister Prahlad Joshi

કેંદ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યુ આ નિવેદન - જાણો મુખ્યમંત્રી વિશે શું બોલ્યા

prahlad joshi
ગુજરાતના નવા મુખ્યણંત્રી ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા મોટું નિવેદન આપ્યુ  છે. જેમા તેમણે કહ્યું કે નેતૃત્વ પરિવર્તનથી રાજ્યને કોઈ અસર નથી થવાની એટેલે ભલે મુખ્યમંત્રી બદલાયા 
પરંતુ રાજ્ય પર તેની કોઈ ગંભીર અસર નહી પડે તેવું પ્રહલાદ જોશી દ્વારા કહેવામાં આવ્યું છે.
 
ઉપરાંત તેમણે કહ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ જીતશે તેમા કોઈ બે મત નથી. વધુમાં તેમણે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીશે માહિતી આપતા કહ્યું કે તેઓ લો પ્રોઈફાલ નથી પરંતુ ગુજરાતની જનતાનો 
વિશ્વાસ જીતી શકે તેવા મુખ્યમંત્રી છે.
 
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીશે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે તે ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે. જેથી મારી નારાજગીની વાત ખોટી છે. સાથેજ નીતીન પટેલે કહ્યું કે પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેથી પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી.
આગળનો લેખ
શપથ પહેલાં જ પૂરમાંથી લોકોને બચાવવા કામે લાગ્યા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ