વડોદરામાં વિધર્મી યુવકે ભગાડીને લગ્ન કર્યાં બાદ ઝઘડાઓ થતાં યુવતી પિતાના ઘરે આવી,યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

Last Modified બુધવાર, 13 જાન્યુઆરી 2021 (16:47 IST)
વડોદરા શહેરમાં લવ જેહાદ બાદ યુવતીના પરિવારજનોને ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાને 2016માં વિધર્મી યુવક ભગાડી ગયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે અવારનવાર તકરાર થતાં યુવતી તેના પિતાના ઘરે રહેતી હતી. દરમિયાન યુવતીના ઘરે પહોંચેલા યુવકે ત્રણ વર્ષની દીકરીને લઈ જવા અને ફરિયાદ પાછી ખેંચવા માટે યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી દક્ષાબેન( નામ બદલ્યું છે) વર્ષ-2016 દરમિયાન સગીર હોવાથી તેમને ફેજલ ઉર્ફે આદિલ વણકર(રહે, સોના ટેકરી ઝુપડપટ્ટી, અવધૂત ફાટક પાસે ,વડોદરા) લગ્નની લાલચે તમિલનાડુ ભગાડી ગયો હતો. હાલ સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. બનાવ સમયે યુવતીના પિતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવકને જેલ થઈ હતી. જ્યાંથી જામીન પર છૂટ્યા બાદ યુવતી સાથે તેણે લગ્ન રજીસ્ટર કર્યાં હતા, ત્યાર બાદ અવારનવાર બંને વચ્ચે તકરાર થતાં યુવતી પિતાના ઘરે આવી ગઈ હતી અને પિતાના ઘરે જ રહેતી હતી. દરમિયાન ફૈઝલ યુવતીના ઘરે ધસી ગયો હતો અને યુવતીની માતાને અપશબ્દો બોલી તારા બાપાએ જે કેસ કર્યો છે તે પાછો ખેંચાવી દે તેમ જણાવી ત્રણ વર્ષની દીકરીને જબરજસ્તી લઇ જવાની કોશિષ કરી હતી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલા ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઇ છે. વિધર્મી યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 ડિસેમ્બરે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલિંગ કરાયું હતું. ઘટનાના પગલે બંને પક્ષના ટોળા અને હિન્દુ સંગઠનના કાર્યકરોના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશને ઉમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાને વિખેરવું પડ્યું હતું. લવજેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઇ ન હતી.બંનેને પોતપોતાના ઘરે મોકલી કાઉન્સેલીંગ શરૂ કરાયું હતું.


આ પણ વાંચો :