સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (11:37 IST)

વડોદરામાં કોરોનાની બ્રિટન સ્ટ્રેઇનનો પ્રથમ દર્દી નોંધાયો

કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સોમવારે વડોદરામાં બ્રિટનની નવી સ્ટ્રેઇનનો પ્રથમ દર્દી નોંધાયો હતો. આ દર્દી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શહેરમાં 12 દિવસ અગાઉ યુકેથી કેટલાક પ્રવાસી વડોદરામાં આવ્યા હતા. તે પૈકીના કેટલાક પ્રવાસીના શંકાસ્પદ કોરોના ના લક્ષણો હતા. આ 4 લોકોના નમૂનાઓને પૂણેની લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના પૈકી ૪ માંથી એક નમૂનો પોઝિટિવ આવ્યો હતો. જેમાં યુકે ની નવી સ્ટ્રેઇન જણાઇ હતી આમ વડોદરામાં પહેલીવાર નવી સ્ટ્રેઇન વાળો પ્રથમ દર્દી નોંધાયો છે. જ્યારે બાકીના ત્રણ ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

કોઠી વિસ્તારનો આ દર્દી 32 વર્ષનો છે અને તે ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસથી સારવાર લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી નવી સ્ટ્રેઇનની શંકાવાળા છ દર્દીઓ મળી આવ્યા હતા. આ પૈકીના ચાર દર્દીના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. હાલમાં તબીબો તેના પર સઘન દેખરેખ રાખી રહ્યા છે.