મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (11:08 IST)

પતિ પ્રેમિકાના ઘરે રંગરેલિયા મનાવવા પહોંચ્યો, પત્નીએ મહિલા હેલ્પલાઇનની મદદથી રંગેહાથ પકડ્યો

શહેરમાં પતિ,પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ છેલ્લાં બે વર્ષથી પત્ની અને બાળકોની જવાબદારી ઓછી કરી પ્રેમિકા અને તેનાં બાળકોની સંભાળ રાખવા લાગ્યો હતો. પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ હાથ ઝડપવા માટે અડધી રાતે મહિલા હેલ્પલાઇન ટીમ સાથે પ્રેમિકાના ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાં પતિ તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો. પત્નીએ પતિ અને પ્રેમિકાના રંગમાં ભંગ પાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. હેલ્પલાઈનની ટીમે બંનેને સમજાવ્યાં હતા, જોકે તેઓ સમજવા તૈયાર નહોતાં અને પત્નીને પોલીસ ફરિયાદ કરવી હતી એટલે ત્રણેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. શહેરના વાસણા વિસ્તારમાં સ્નેહા (નામ બદલ્યું છે) તેનાં બે બાળકો અને પતિ સાથે રહે છે. તેમના લગ્નજીવનને 10 વર્ષ થયાં છે. તેના પતિએ બે વર્ષ પહેલાં જ્યોતિ (નામ બદલ્યું છે) સાથે સ્પા પાર્લર શરૂ કર્યું હતું. જ્યોતિને પણ ત્રણ બાળક છે. દરમિયાન સ્નેહાના પતિને જ્યોતિ સાથે પ્રેમ થઈ ગયો હતો. પત્ની અને બાળકોની જવાબદારી ઉઠાવવાની જગ્યાએ પ્રેમિકા જ્યોતિ અને તેનાં બાળકોની જવાબદારી ઉપાડવા લાગ્યો હતો. રાતે પોતાને કામ છે કહી ઘરની બહાર રહેતો હતો અને જ્યોતિના ઘરે જઈ રહેવા લાગ્યો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ ન હતો. સ્નેહાએ પતિને રંગેહાથ પકડવાનું નક્કી કર્યું હતું, જેથી મહિલા હેલ્પલાઈન 181 અભયમની મદદ લઇ વટવા ખાતે જ્યોતિના ઘરે પહોંચી હતી. ઘર ખખડાવતાં ઘણા સમય બાદ તેણે ઘર ખોલ્યું હતું. રંગરેલિયા મનાવવા પહોંચેલો પતિ ઘરમાં મળ્યો ન હતો, પરંતુ હેલ્પલાઇનની ટીમે ઘરમાં તપાસ કરતાં છુપાયેલો મળ્યો હતો. પતિ સાથે રંગરેલિયા મનાવતી પ્રેમિકા સાથે પત્નીએ બોલાચાલી કરી હતી, જેથી હેલ્પલાઈનની ટીમે બંનેને સમજાવ્યાં હતાં. જોકે તેઓ સમજતાં ન હોવાથી સ્નેહાને પોલીસ કેસ કરવો હોવાથી ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં.