સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (12:31 IST)

અમદાવાદમાં ફોનમાં રોંગ નંબર આવતા પત્ની પર પતિએ શંકા કરી, પત્નીએ આપઘાત કરવા પહોંચી ગઈ

Vrushika bhavsar
અમદાવાદ શહેરના રીવર ફ્રન્ટ પર એક યુવતી આત્મહત્યા કરવા પહોંચી હતી. યુવતી જેવી નદી નજીક પહોંચી કે તરત આસપાસના લોકોએ તેને નદીમાં કુદતા બચાવી લીધી હતી. લોકોએ યુવતીને સાંત્વના આપી ત્યારે યુવતીએ રડતા રડતા કહ્યું મારો પતિ મને સતત હેરાન કરે છે. મારા મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે તે રોંગ નંબર હોય છે. જેથી મારો પતિ મારા પર શંકા કરે છે અને મોબાઈલ તથા નંબર બદલી નાખવા ધમકાવે છે. હવે રોજે રોજના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે.
 
 નાની ઉંમરમાં પ્રેમ કરી અને લગ્ન કરવાની જીવનની શરૂઆત કરવાની ઉતાવળ ક્યારેક જીવન નર્ક પણ બનાવો આસાન દે છે. અમદાવાદમાં એક યુવતીએ સગીર વયની ઉંમરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ છેલ્લા પાંચ વર્ષથી મારપીટ અને ગાળાગાળી કરી હેરાન કરતા હતા. જેથી કંટાળી સાબરમતી રિવરફ્રન્ટ પર જઈ સાબરમતી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે વોચમેન અને આસપાસના લોકોએ યુવતીને બચાવી લીધી હતી. મહિલા હેલ્પલાઈનને જાણ કરી હતી. ટીમે યુવતીને ફરી આવું ન કરવા અને ઝઘડાનું નિરાકરણ લાવવા માટે તેમજ કાયદાકીય સલાહ આપી હતી.
 
 અમદાવાદમાં રહેતી 24 વર્ષની યુવતીએ 14 વર્ષની ઉંમરમાં પ્રેમલગ્ન કરી લીધાં હતાં. લગ્ન જીવન દરમ્યાન બે બાળકો થયા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેમના પતિ નાની બાબતમાં મારઝૂડ, ગાળાગાળી કરતા હતા. જેથી રિસાઈને તેઓ પિયર જતા રહેતા હતા. ઝઘડામાં પતિ પણ તેમને છોડી જતો રહેતો હતો. દરમ્યાનમાં યુવતીના મોબાઈલ ફોન પર કોઈનો રોંગ નંબર આવ્યો હતો.જેથી પતિએ મોબાઈલ નંબર બદલી નાખવા ઝઘડો થયો હતો. ઝઘડાને લઈ સેમ સામે બોલાચાલી થઈ હતી. યુવતી ઘરેથી નીકળી અને રિક્ષામાં સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી હતી. 
 
 રિવરફ્રન્ટ પર ત્રણ કલાક સુધી બેસીને રડતી રહી. જો કે કલાકો થવા છતાં કોઈ લેવા ન આવતા મનમાં લાગી આવતા તેણે નદીમાં કૂદી આપઘાતકરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આસપાસના લોકો તેમજ વોચમેને તેને બચાવી લીધી હતી. સ્થાનિકોએ મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી. તેમના પતિને ફોન બોલાવ્યા હતા જો કે તેઓ ગુસ્સામાં હતા. બાદમાં યુવતીના માતા-પિતાને પણ બોલાવ્યા હતા. તમામ લોકોનું કાઉન્સેલિંગ કરી અને તેમને ઝઘડાનું નિરાકરણ લાવવા અને કાયદાકીય સલાહ પણ આપી હતી.