મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (12:23 IST)

UK વાળા વાયરસની અમદાવાદમાં એન્ટ્રી, નવા સ્ટ્રેનવાળા 4 વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ ગઇ છે. યૂકેથી આવેલા 4 વ્યક્તિ નવા વાયરસની ચપેટમાં આવ્યા છે. તેને સારવાર માટે અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 23 ડિસેમ્બરના 175 મુસાફરી લંડન ફ્લાઇટમાં અમદાવાદમાં આવ્યા હતા. આ તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વહિવટી તંત્રના અનુસાર સાવધાની વર્તવામાં આવી રહી છે., આ ચારેયમાં નવા વાયરસની પુષ્ટિ થઇ છે. અન્ય 6 લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ તેમનો રિપોર્ત આવવાનો બાકી છે. સંદિગ્ધ આ તમામને સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. 
 
નવા સ્ટ્રેન વાયરસે બ્રિટનમાં હાહાકાર મચાવી દીધો છે. બ્રિટનમાં સરકાર સાવધાની રાખતાં લોકડાઉન જાહેર કરી દીધું છે. યૂકેથી આવનાર ફ્લાઇટોમાં આ નવા સ્ટ્રેન સાથે ઘણા લોકો ભારત પહોંચ્યા છે. ભારતમાં અત્યાર સુધી સૌથી વધુ 24થી વધુ નવા સ્ટ્રેનથી પીડિત લોકો આવ્યા છે. કેન્દ્ર સરકારના અનુસાર ભારતમાં નવા સ્ટ્રેનનો ખતરો વધુ છે. આ વાયરસ કોરોનાથી 70 ટકા વધુ ચેપી છે.