મંગળવાર, 29 જુલાઈ 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 29 જુલાઈ 2025 (12:52 IST)

ક્યોંકિ સાસ ભી કભી બહુ થી.. આજથી જાણો ક્યારે અને ક્યા જોઈ શકો છો સ્મૃતિ ઈરાનીની સીરિયલ

kyoki saas bhi kabhi bahu thi
kyoki saas bhi kabhi bahu thi
એકતા કપૂર 25 વર્ષ પહેલા એક આઈકોનિક શો લઈને આવી હતી જેણે દરેક ઘરમાં સ્થાન બનાવી લીધુ હતુ. આ શો 8 વર્ષ સુધી ચાલ્યો  હતો અને તેના એક એક પાત્રએ પોતાની અલગ અલગ ઓળખ બનાવી લીધુ હતુ.  અમે જે શો ની વાત કરી રહ્યા છે એ છે ક્યોકિ સાસ ભી કભી બહુ થી. સ્મૃતિ ઈરાની આ શો માં તુલસી વીરાનીના પાત્રમાં જોવા મળી હતી.  એકતા કપૂર હવે 25 વર્ષ પછી આ શો લઈને આવી રહી છે. ખ્કાસ વાત એ છે કે આ સાથે જ લોકોની તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની પણ કમબેક કરી રહી છે. ક્યોકિ સાસ ભી કભી બહુ થી 2 આજથી એટલે કે 29 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યુ છે. જો તમે આ શો નો પહેલો એપિસોડ મિસ નથી કરવા માંગતા તો જાણી લો તેને ક્યારે અને ક્યા જોઈ શકો છો. 
 
 ક્યારે અને ક્યા જોઈ શકો છો ક્યોકિ સાસ ભી કભી બહુ થી 
એકતા કપૂરનો શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' આજે રાત્રે 10:30 વાગ્યે શરૂ થવા જઈ રહ્યો છે. આ શોનું ટેલિકાસ્ટ સ્ટાર પ્લસ પર થવાનું છે. આ સાથે, તમે Jio Hotstar પર આ એપિસોડ જોઈ શકો છો. જો તમારી પાસે Jio TV છે, તો તમે રાત્રે સ્ટાર પ્લસ ચેનલ પર 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ઓનલાઈન પણ જોઈ શકો છો.
 
'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ટ્રેલર

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' સ્ટારકાસ્ટ
 
'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો શોમાં જૂની કાસ્ટની સાથે ઘણા નવા ચહેરા પણ જોવા મળવાના છે. શોમાં જૂના કલાકારોની વાત કરીએ તો સ્મૃતિ ઈરાની સિવાય અમર ઉપાધ્યાય, શક્તિ આનંદ, હિતેન તેજવાણી, ગૌરી પ્રધાન, રિતુ ચૌધરી અને કમાલિકા ગુહા ઠાકુરતા જોવા મળશે. નવી કાસ્ટની વાત કરીએ તો 7 નવા ચહેરાઓએ એન્ટ્રી કરી છે. તેમાંથી અમન ગાંધી, રોહિત સુચાંતી, તનિષા મહેતા, અંકિત ભાટિયા, પ્રાચી સિંહ, બરખા બિષ્ટે શોમાં એન્ટ્રી કરી છે.