શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (13:41 IST)

શિબાની કશ્યપે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજિત ગાલા ડીનરમાં દમદાર પર્ફોમન્સ આપ્યું

નવી આશા, મોજ અને ઉજવણીની સાથે 2021ના નવા વર્ષમાં પ્રવેશવા રામદેવનગર સ્થિત કૉર્ટયાર્ડ બાય મેરિયટ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે ગુરુવાર - 31 ડિસેમ્બરના રોજ શિબાની કશ્યપના મંત્રમુગ્ધ કરી દેનારા લાઇવ મ્યુઝિકલ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતનામ ભારતીય ગાયિકાના આ અદ્ભૂત લાઇવ પર્ફોમન્સે કૉર્ટયાર્ડ બાય મેરિયટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાને આહ્લાદક બનાવી દીધી હતી. અહીં પધારેલા મહેમાનોએ મેરિયટના શેફ દ્વારા ખાસ રીતે પસંદ કરીને તૈયાર કરવામાં આવેલી વિશિષ્ટ વાનગીઓના સ્વાદને મનભરીને માણ્યો હતો.
 
કોવિડ-19ના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને ગાલા ડીનરમાં હાજર રહેલા મહેમાનોએ હોટલના અંતરંગ માહોલમાં સ્વાદિષ્ટ વાનગીઓના સ્વાદનો લુત્ફ ઉઠાવ્યો હતો. ગાલા ડીનર માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા મેનૂમાં ભારત અને સમગ્ર વિશ્વની વૈવિધ્યસભર વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની સાથે શેમ્પેન ટાવર, ચોકલેટ ફાઉન્ટેન અને રોસ્ટ કાઉન્ટર્સ જેવા કેટલાક વિશેષ આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યાં હતાં.