શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (10:31 IST)

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકાર પણ સ્ટેમ્પ ડ્યૂટીને લઇને ઉઠાવી શકે છે આ મહત્વપૂર્ણ પગલુ!

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરી વિકાસને નવી બૂસ્ટર આપવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક ચૂંટણી પહેલાં સરકાર એક મોટા નિર્ણયને લઇને રિયલ એસ્ટેટને ચોંકાવી દે એવી સ્થિતિ સર્જાઇ શકે છે, જેનાથી ફ્લેટ, ઘર અથવા અન્ય સંપત્તિના ખરીદનાર મોટો ફાયદો
થઇ શકે છે. 
 
કોરોના મહામારી વચ્ચે રિયલ એસ્ટેટની સ્થિતિ ખરાબ છે. રાજ્યના બિલ્ડરો એસોસિએશને આ સમયમાં સરકાર પાસે વિભિન્ન માંગો કરીને આ સેક્ટરને ઉપર લાવવાની માંગ કરી હતી, જેને એવું માનવામાં આવી રહ્યું છે કે સ્વિકાર કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર પ્રોપર્ટી પર લગાવવામાં આવેલા સ્ટેમ્પ ચાર્જના દર ઘટાડીને સ્ટેમ્પ ડ્યૂટી ઓછી કરવાની સંભાવના છે. આ સંબંધમાં કાર્યવાહી ચાલુ છે. વિભાગના અન્ય અધિકારી સાથે વાતચીત ચાલી રહી છે અને જલદી જ નિર્ણય લેવામાં આવશે. 
 
રાજ્યમાં જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે.એવામાં રિયલ એસ્ટેટને બુસ્ટ કરવા માટે અને ખરીદદારોને રાહત આપવા માટે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ ઘટાડવાની સંભાવના છે. 
 
મહારાષ્ટ્ર સરકારે તો સંપત્તિ પર સ્ટેમ્પ ચાર્જ ઘટાડી દીધો છે અને જાહેરાત કરી છે કે જો 31 ડિસેમ્બર 2020 સુધી એક સંપત્તિ ખરીદો છો, તો તમારે ફક્ત 2 ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને જો તમે 31 માર્ચ 2021 સુધી સંપત્તિ ખરીદો છો, તો તમને ફક્ત 3 ટકા સ્ટેમ્પ ડ્યૂટી લાગશે. મહારાષ્ટ્ર સરકારે આ સંબંધમાં એક જીઆર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરિણામ સ્વરૂપ ક્રેડાઇ અને ગાહેડૅના સ્થાનિક પદાધિકારીઓને પ્ણ ગુજરાતમાં ડેમ્પ ડ્યૂટી ઘટાડવાની માંગ કરી. ગુજરાતમાં આજે 5.90 ટકા ડ્યૂટી અને 1 ટકા રજીસ્ટ્રેશન ફી મળીને 5.90 ટકા ડ્યૂટી વસુલવામાં આવે છે. મહિલાઓના નામ પર સંપત્તિ ઘરીદી કરો તો 1 ટકા રજીસ્ટ્રેશન ચાર્જમાં છૂટ આપવામાં આવી છે. સરકાર પાસેથી સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકાનો ઘટાડો કરવાની આશા છે, જોકે આ ઘટાડો છ મહિના સુધી થઇ શકે છે.