200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ
Kareena Kapoor Royal Look for Diwali
બોલીવુડની બેબો, કરીના કપૂર ખાન, એ પોતાના દિવાળી લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણીએ ફરી એકવાર 200 વર્ષ જૂના પટૌડી એસ્ટેટના શાહી અંદાજનું પ્રદર્શન કર્યું. અભિનેત્રીએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. તો ચાલો, પટૌડી એસ્ટેટના શાહી અંદાજ પર એક નજર કરીએ.
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર દિવાળી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે. તેણે સૈફ અલી ખાન અને તેમના બે બાળકો, તૈમૂર જેહ સાથેના તાજા ફોટા શેર કર્યા છે. તેનો દેખાવ જોતા જ રહી જશો.
કરીના કપૂર શાહી અને નવાબોના અવતારમાં જોવા મળી. તે સુંદર શેમ્પેઇન બેજ કાફ્તાન અને મેચિંગ પાઘડીમાં જોવા મળી હતી. ફોટામાં તે કોઈ મહારાણીથી ઓછી નહોતી લાગતી. આ પોશાક ડિઝાઇનર પુનિત બાલાના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
બોલિવૂડની બેબોનો દેખાવ બે સદીઓના ઇતિહાસ અને શાહી વારસાને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. તેના ફેસ્ટીવલ લુકે આ દિવાળીને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવી દીધી.
એટલું જ નહીં, કરીનાના લુકની ખાસ વાત એ હતી કે તે સૈફ અલી ખાનના પરિવારના વારસા સાથે જોડાયેલો હતો. તેણીએ માથા પર કલગી સાથે પાઘડી પહેરી હતી, જે 200 વર્ષ જૂની અને એક સમયે ભોપાલના નવાબની હતી.
બીજી બાજુ ફોટામાં કરીના ભોપાલની બેગમનો 30 કેરેટનો કિંમતી નીલમણિ(એમરાલ્ડ)નો હાર પહેરેલી દેખાય છે.
ફોટામાં, સૈફ અલી ખાન, કરીના સાથે, કાળા કુર્તા પાયજામામાં શાહી લાગતો હતો. તેનો લુક પણ જોવાલાયક છે.
ફોટામાં તૈમૂર અને જેહના ગજબનું ટ્રાન્ફોર્મેશન જોવા મળ્યું. બંને શાહી અંદાજમાં કમાલના લાગી રહયા છે
