સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (09:44 IST)

ગોંડલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3ના મોત

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે કરૂણ અકસ્માત સર્જાયો છે.  ગોંડલના બલિયાળા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં બંને વાહનોમાં આગ લાગી હતી. જેથી કારમાં સવાર 3 મહિલા બળીને ભડથું થઇ હતી. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ કાફલા સહિત ફાયર ફાઇટર અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ પહોંચી ગયો. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. 
 
મળતી માહિતી અનુસાર કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને કપાસ ભરેલી ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી. ત્યારે જેમાં કાર અને ટ્રક સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ધડાકા સાથે બંને ગાડીઓમાં બ્લાસ્ટ થયો હતો, જેથી આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને આ અકસ્માતમાં ત્રણ મહિલા આગમાં ભૂંજાઇ ગઇ હતી.