સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (10:25 IST)

7 વર્ષની બાળકીએ માતાના મોબાઇલમાં જોઇ પોર્ન ક્લિપ, વીડિયો જોઇને પૂછવા લાગી-મા આ શું છે?

માતા પિતા માટે ચોંકાવનારી નહી પરંતુ સાવધાની રાખવાની વાત છે. આપણે ઘણીવાર બાળકોને શાંત કરવા માટે તેમને મોબાઇલ ફોન પકડાવી દઇએ છીએ, જેનું પરિણામ ગંભીર આવી શકે છે. અમદાવાદમાં સાત વર્ષની એક બાળકીએ માતાના મોબાઇલમાં એક ક્લિપ જોઇ લીધી અને પછી તેની પાસે જઇને પૂછવા લાગી કે મમ્મી આ શું છે? માતા પિતા ચોંકી ગયા. પછી તેમણે સાયબર એક્સપર્ટની મદદ લીધી અને બાળકી પોર્ન વીડિયો સુધી કેવી રીતે પહોંચી. 
 
માતા-પિતાને સાયબર એક્સપર્ટએ જણાવ્યું કે છોકરી યૂટૂબ પર કાર્ટૂન જોઇ રહી હતી. તે વખતે અજાણતાં તે કેવી રીતે પોર્ન વેબસાઇટ સુધી પહોંચી ગઇ અને પોર્ન જોવા લાગી. માતા ઘર કામમાં વ્યસ્ત હતી. પુત્રી મોબાઇલ લઇને માતા પાસે પહોંચી અને પોર્ન વીડિયો બતાવતાં પ્રશ્ન કરવા લાગી, જેને જોઇને માતા ચોંકી ઉઠી અને તાત્કાલિક પતિને જણાવ્યું. 
 
અમદાવાદના સાયબર એક્સપર્ટે જણાવ્યું કે કોરોનાના લીધે મોબાઇલ જ બાળકોની બીજી જીંદગી બની ગયા છે. અભ્યાસ પણ મોબાઇલ દ્વારા થાય છે. એટલા માટે વાલીઓ તેમને મોબાઇલ આપવાનું ના પણ પાડી શકતા નથી. આ દરમિયાન બાળકો સર્ચ એન્જીનમાં એક લીંકથી બીજી લીંક કરતાં અનવોન્ટેડ કંટેન્ટ અથવા વીડિયો સુધી પહોંચી જાય છે. એટલા માટે બાળકો મોબાઇલનો ઉપયોગ કરે ત્યારે તેમના પર નજર રાખો.