1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (09:53 IST)

નીતિન પટેલને ખેડૂતોએ ફટકારી નોટીસ, જાણો શું છે સમગ્ર મામલો

નીતિન પટેલ ડેપ્યુટી CM ને અન્ય બે દિગ્ગજ નેતા પર ખેડૂતો દ્વારા માનહાનીનો દાવો કરવા નોટિસ ફટકારવામાં આવતા દેશની રાજનીતિ માં ખળભળાટ મચી ગયો છે. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, યુનિયન મિનિસ્ટર ગિરિરાજ સિંહ, રામ માધવનો સમાવેશ થાય છે. 
 
ભારતના ખેડૂતો જયારે 42 દિવસ થી સિંધુ-દિલ્હી બોર્ડર પર કાળા કાનૂન ને પરત લેવા "શહીદ ક્રાંતિ "કરી રહ્યા છે જે "શાંતિ પૂર્ણ આંદોલન,સંઘર્ષ માં દેશના ખેડૂતોએ દેશ ખેડૂતને બચાવી લેવા સમર્થનો જાહેર કર્યા છે "54" થી વધુ ખેડૂતો શહીદ થયા છે અને પોતાનો દમ તોડ્યો છે.
 
તેવા સમયે કાળા કૃષિ બિલની દલાલી કરવા વાળા નેતાઓ દ્વારા ભારત ના ખેડૂતો વિશે નીચે પ્રમાણે બોલવામાં આવતા ખેડૂતો દ્વારા માનહાનીનો દાવો કરવા નોટિસ ફાટકરવામાં આવી છે. આજે ગુજરાતમાં નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ ખેડૂતો માત્ર અપમાનજનક ટિપ્પણીઓ બાબતે લીગલ નોટીસ આપવામાં આવી હતી. 
 
જલંધરના રમણીક સીંઘ રંધાવા દ્વારા ગુજરાતના નાયબ ચીફ મિનિસ્ટરને ખેડૂતોને "એન્ટી નેશનલ એલીમેન્ટ્સ"દ્વારા ખેડૂત આંદોલનમાં ફંડિંગ કરાઈ રહ્યું છે બોલવા સહીત, આતંકવાદી છે, ખાકીસ્તાની છે,જાતિ વાદી અને પ્રો ચાઇનાના લોકો આમાં સામીલ છે,તેમને કહયું કે મેં જોયું છે કે ખેડૂતોને પીઝા અને પકોડા મફતમાં મળે છે.
 
ઉપરોક્ત બાબતને કારણે કુલ 3 BJP નેતાઓ કે જેઓ ભૂલી ગયા કે દેશનું અસ્તિત્વ ખેડૂતો છે. જેમના આંદોલનને ટુકડે ટુકડા કરવા ખુબ ચાલ ચાલવામાં આવી છે
. પણ ખેડૂત વિરોધી "રૂપિયાની ગુજરાત સરકાર" ના વિજય રૂપાણી અને નીતિન પટેલ બંને ખેડૂતને AAP કિશાન સંગઠન ગુજરાત દ્વારા વિરોધ સાથે ખેડૂતો બાબતે કરેલા માનહાની વાળા તમામ ભાષણો બાબતે માફી માંગે અને પોતાનું પદ ત્યાગ કરે તેવી અમારી માંગ છે.
 
 
AAP કિસાન સંગઠન દ્વારા ખેડૂતોને ન્યાયિક કવચ પૂરું પાડવામાં આવશે અને ખેડૂત વિરોધી નેતાઓને હાઈકોર્ટ /સુપ્રીમ કોર્ટમાં કાનૂની કાર્યવાહી માટે જઈ રહ્યા છે. જેની આજે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અમો પણ નોટિસ આપી રહ્યા છીએ. ખેડૂતોની માફી માંગે અને નાયબ મુખ્યમંત્રીનું તાત્કાલિક પદ છોડવામાં આવે.