શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શુભકામનાઓ અને સંદેશાઓ
Written By

Happy Dhanteras Wishes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

happy dhanteras
happy dhanteras

Happy Dhanteras Wishes in Gujarati: આમ તો ભારતમાં રોજ કોઈને કોઈ તહેવાર ઉજવાય છે પણ  દિવાળી સૌથી મહત્વપૂર્ણ છે, જે દર વર્ષે ઉજવવામાં આવે છે. દિવાળી તેની સાથે ધનતેરસ, દેવ દિવાળી, ભાઈબીજ અને નવ વર્ષ સહિતના અન્ય તહેવારોનું આયોજન પણ લાવે છે.
 
દિવાળીનો તહેવાર પોતાની સાથે બીજી ઘણી તિથિઓ પણ લાવે છે, જેમાંથી ધનતેરસ એક છે. ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તે આસો મહિનાની તેરસે  આવે છે.
 
દિવાળીના બે દિવસ પહેલા આવતો ધનતેરસનો તહેવાર ખરીદી માટે ખાસ દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નવા વાસણો, કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે. કૌટુંબિક રમત
 
આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ ભગવાન ધનવંતરીની જન્મજયંતિ પણ છે, તેથી આ દિવસે તેમની પૂજા પણ કરવામાં આવે છે. 
happy dhanteras
1. દિવસો દિવસ વધતો જાય તમારો વેપાર 
   પરિવારમાં કાયમ રહે સ્નેહ અને પ્રેમ 
    તમારા થતો રહે ધનનો વરસાદ 
    આવો રહે તમારા માટે ધનતેરસનો  તહેવાર 
    ધનતેરસની શુભેચ્છા 
happy dhanteras
happy dhanteras
 
2.  પ્રગતિ પર વેપાર રહે 
     ઘરમાં સુખ શાંતિનો વાસ રહે 
     દરેક સંકટનો નાશ થાય 
     તમારા માટે ધનતેરસનો તહેવાર શુભ રહે 
      ધનતેરસની શુભેચ્છા 
happy dhanteras
happy dhanteras
3.  માતા લક્ષ્મી આશીર્વાદ આપવા આવે 
     સુખ સમૃદ્ધિ પોતાની સાથે લાવે 
     ખુશીઓ વધી જાય જીવનમાં 
     તમારી પાસે દુખનો કોઈ પડછાયો પણ ન આવે 
     હેપી ધનતેરસ 
happy dhanteras
happy dhanteras
4. માતા લક્ષ્મી તમને ધન ધાન્યથી ભરી દે 
    ગણેશ જી તમારુ જીવન સફળ કરી દે  
    તમારા બગડેલા બધા કામ બની જાય 
    વૈભવની દેવી જીવનમાં સમૃદ્ધિ વરસાવે 
    ધનતેરસની હાર્દિક શુભેચ્છા 
happy dhanteras
 
5. દીપકનો તહેવાર તમારા જીવનમાં ખુશીઓ લાવે  
   તમારુ જીવન ઘર આંગણ રોશનીથી ઝગમગાવે 
   લક્ષ્મી મૈયા કુબેર મહારાજ તમારા પર કૃપા વરસાવે 
   તમને બધાને ધનતેરસની શુભકામનાઓ 
happy dhanteras
6. ઝગમગ દિવાઓથી રોશન તમારી દુનિયા થાય 
   લક્ષ્મીજીની કૃપાથી પુરો દરેક અરમાન થઈ જાય 
    તમારા પર કોઈ વિઘ્ન કોઈ આપત્તિ ન આવે 
      આ ધનતેરસ પર હાર્દિક શુભકામનાઓ 
happy dhanteras
 7. વૈભવ લક્ષ્મી તમને વૈભવ પ્રદાન કરે 
    વિજય લક્ષ્મી તમને વિજય પ્રદાન કરે 
    ધન લક્ષ્મી તમને ધન ધાન્ય પ્રદાન કરે 
     વિદ્યાલક્ષ્મી માતા તમને જ્ઞાન પ્રદાન કરે 
    ધનતેરસની તમને હાર્દિક શુભકામના 
happy dhanteras
 8. તમારી ધન સંપત્તિ અને વેપાર વધે 
    તમારા પરિવારમાં એકતા અને પ્રેમ વધે 
   મા લક્ષ્મી અને કુબેરનો આશીર્વાદ મળે 
     તમારા જીવનનુ કરમાયેલુ ફુલ ખીલે 
     Happy Dhanteras To All!