1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી: , ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (11:08 IST)

યાત્રીગણ ધ્યાન દે! હવે મુસાફરોએ યુઝર ચાર્જના નામે ચૂકવવા પડશે આટલા રૂપિયા

હવે સ્માર્ટ બનાવાઈ રહેલા રેલવે સ્ટેશનો પરથી ટ્રેન પકડનારા મુસાફરો પર નવો ચાર્જ લાદવાની તૈયારી છે. તો આ તરફ કોરોના મહામારી દરમિયાન રેલવે તંત્ર દ્વારા અમદાવાદ સહિત દેશભરમાં હજુ સુધી તમામ ટ્રેનો શરૂ કરાઇ નથી. રેલવે સાબરમતી, અમદાવાદ, સુરત સહિત દેશના 100થી વધુ સ્ટેશનો પર રિડેવલપમેન્ટના નામે પેસેન્જરો પર યુઝર ચાર્જ નાખવાની તૈયારી કરી છે. અલગ અલગ શ્રેણીના આધારે પેસેન્જરો પાસેથી 10 રૂ.થી લઈ 50રૂ. સુધીનો ચાર્જ વસૂલશે તેવી શક્યતા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં નિયમિત ભાડા કરતાં વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. જેના લીધે પ્રવાસીઓ પર આર્થિક પડી રહ્યો છે ત્યારે બીજો બોજો નાખવાની તૈયારી છે. 
 
લવે મંત્રાલય માને છે કે આ નાણાંથી સ્ટેશનો ને પીપીપી મોડલ પર તૈયાર થઈ રહેલી કંપનીઓનો ખર્ચ ભરપાઈ થઈ શકશે. પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ ફી દેશનાં 9 મોટાં સ્ટેશનો પર લદાશે. રેલવે દ્વારા આવા સ્ટેશનો પર ટિકિટ બુકિંગ દરમિયાન પેસેન્જરો પાસેથી યુઝર ચાર્જ વસૂલ કરવાની વિચારણા શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ વિશે સત્તાવાર જાહેરાતની શક્યતા છે.
 
હાલમાં રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. જેમાં અલગ અલગ ક્લાસ મુજબ પેસેન્જરો પાસેથી ચાર્જ વસૂલ કરાશે. જો કે સૌથી વધુ ચાર્જ ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના પેસેન્જરો પાસેથી વસૂલાશે.
 
મળતી માહિતી મુજબ ગુજરાતમાં અમદાવાદ, સાબરમતી, સુરત ઉપરાંત નવી દિલ્હી, સીએસટી મુંબઈ, નાગપુર, તિરૂપતિ, ચંદીગઢ, ગ્વાલિયર સહિત અન્ય સ્ટેશનો સામેલ છે જ્યાં યુઝર ચાર્જ વસૂલ કરવામાં આવશે.
 
યુઝર ચાર્જની રીત ટ્રેન પકડતા સમયે જેટલો ચાર્જ લાગશે તેનાથી અડધો ચાર્જ ટ્રેનમાંથી ઊતરતા સમયે લાગશે. એટલે કે જો બંને સ્ટેશન સ્માર્ટ હશે તો પ્રવાસીઓએ બમણો શુલ્ક ચૂકવવો પડશે. શુલ્ક ટિકિટ બુક કરતાં સમયે જ લઈ લેવાશે. શુલ્ક કેટલો હશે તે હજી નક્કી નથી. આંગડીએ કહ્યું કે સ્ટેશન ડેવલપ થયા પછી અભ્યાસ થશે કે કેટલો ચાર્જ વસૂલવો. પીપીપી મોડલ હેઠળ દેશભરમાં 400 સ્ટેશન ડેવલપ કરવામાં આવી રહ્યા છે. પાયલટ પ્રોજેક્ટ સફળ થયા પછી અન્ય સ્માર્ટ સ્ટેશન પરથી યુઝર ચાર્જ વસૂલાશે.