સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 નવેમ્બર 2020 (11:11 IST)

સુરેન્દ્રનગર નજીક ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 5 મુસાફરો હોમાયા

તહેવારોની સિઝનમાં અકસ્માતની વણઝાર શરૂ થઇ ગઇ છે. બુધવારે વડોદરા નેશનલ હાઇવે પર વાઘોડીયા નજીક અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ શુક્રવારે અમરેલીના ગોરકડા નજીક એક સીટી પલ્ટી ખાઇ જતાં બે મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર ડમ્પર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ જઇ રહેલા ડમ્પરની પાછળ ઇકો કાર ઘૂસી જતાં આગ ફાટી નિકળી હતી. જેથી ગાડીમાં સવાર 5 મુસાફરો બળીને ભડથું થઇ ગયા હતા. 
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો બહાર નિકળી ન શકતા કારમાં સવાર ડ્રાઇવર સહિત તમામ આગની ચપેટમાં આવી ગયા અને મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. અકસ્માત અંગે પોલીસેને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.