ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 નવેમ્બર 2020 (10:54 IST)

આજે જલારામ જયંતિ, વીરપુરમાં 239 દિવસ બાદ ફરીથી ખુલશે અન્નક્ષેત્ર

સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપૂની જન્મભૂમિ અને કર્મભૂમિ વેરપુરમાં કોરોના દરમિયાન બંધ કરવામાં આવેલા અન્નક્ષેત્ર 239 દિવસો બાદ નવા વર્ષથી ફરીથી દર્શાનાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. મંદિરમાં ટોકન સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે જ ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવશે. 
 
ટુકડો ત્યાં હરિ ઢુકડોની ભાવના સાથે વીરપુરમાં ગત 200 વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે. આ સદાવ્રત ગુજરાતમાં છપ્પનિયા દુકાળના સમયમં પણ બંધ થયું ન હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે આ અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિરમાં આશ્રિત ભિક્ષુક, દિવ્યાંગ તથા પ્રાંતીય મજૂરો માટે અન્નક્ષેત્ર ચાલુ હતું પરંતુના સ્થાન પર લોકોના ઘરે જઇને ભોજન આપવામાં આવતું હતું. 
 
એટલે કે અન્નક્ષેત્ર એકપણ દિવસ બંધ રહ્યું નથી. જલારામ બાપૂની જન્મજયંતિ આજે છે એવામાં દેશ-વિદેશના દર્શનાર્થીઓ માટે મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એટલા માટે મંદિરમાં જનાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે મંદિરમાં માસ્ક પહેરીને આવે તથા ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. મંદિરમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે આવનાર લોકોને માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ અનિવાર્ય કરી દીધું છે.