મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
Written By
Last Updated : બુધવાર, 24 સપ્ટેમ્બર 2025 (13:03 IST)

Sabudana Pulao Recipe For Navratri Vrat: નવરાત્રિ વ્રત સ્પેશ્યલ, ઘરે આ રીતે બનાવો સાબુદાણા પુલાવ, નોંધી લો રેસીપી

sabudana pulav
sabudana pulav
સાબુદાણા પુલાવ બનાવવા માટે સામગ્રી 
સાબુદાના - 1 કપ (6-7 કલાક કે આખી રાત પલાળેલા) 
મગફળી - 2 ચમચી (સેકેલી અને અધકચરી વાટેલી) 
બટાકા - 2 (બાફેલા અને નાના ટુકડામાં કાપેલા) 
લીલા મરચા - 2 (ઝીણી સમારેલી) 
જીરુ - 1 ચમચી 
ઘી કે તેલ - 2 ચમચી 
સેંધાલૂણ - સ્વાદમુજબ 
લીંબૂ રસ - 1 નાની ચમચી 
સુકા મેવા - કાજુ ટુકડી અને કિશમિશ 2 ચમચી 
લીલા ધાણા - ઉપરથી સજાવવા માટે 
 
સાબુદાણા પુલાવ બનાવવાની વિધિ 
 
- સૌ પ્રથમ, પલાળેલા સાબુદાણાને ચાળણીમાં નાખો અને બધું પાણી કાઢી નાખો.
- હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું તતડાવો
- ઝીણા સમારેલા લીલા મરચાં અને બટાકા નાખી તેને હળવા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
- સીંગદાણાનો ભુકો નાખી 2-3 મિનિટ સુધી હલાવો 
- હવે તેમા પલાળેલા સાબુદાણા અને સેંઘાલૂણ નાખો. 
- ધીમા તાપ પર 4-5 મિનિટ માટે હલાવો. જ્યા સુધી સાબુદાણા બફાય ન જાય ત્યા સુધી હલાવો. 
- સાબુદાણા નોર્મલી બધુ નાખ્યા પછી 4-5 મિનિટમાં બફાય જાય છે પણ તેને સતત હલાવતા રહો. નહી તો તે સ્ટાર્ચને કારણે પરસ્પર ચોંટીને લોચો થઈ જશે.   
- હવે કાજુ અને કિશમિશ નાખી દો. 
- છેવટે લીંબુનો રસ અને સમારેલા ધાણા નાખીને નીચે ઉતારી ગરમા ગરમ સાબુદાણા પુલાવ પર તળેલી બટાકાની કાતરી અને ચિપ્સ નાખી  સર્વ કરો. 
 
(જો તમે વ્રતમાં ગાજર અને શિમલા મરચા ખાતા હોય તો તેને પણ ફ્રાય કરીને નાખી શકો છો)