શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 નવેમ્બર 2020 (10:32 IST)

અમદાવાદમાં કરફ્યૂ, જનજીવન ગયું થંભી, જાણો કોણે મળશે છૂટ

અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લગાવવામાં આવેલા કરફ્યૂ બાદ જનજીવન થંભી ગયું છે. અમદાવાદમાં કરફ્યૂના પગલે જાહેર ટ્રાંસપોર્ટ સેવા બંધ કરવામાં આવી છે. 150થી વધુ બીઆરટીએસ અને 650થી વધુ એએમટીએસના પૈડા થંભી ગયા છે. તો બીજી તરફ રેલવે અને એરપોર્ટ પર ઉતરનાર મુસાફરોને અગવડ ઉભી ન થાય તે માટે તેમને ઘર સુધી પહોંચાડવા માટે 150 એએમટીએસ બસ ચાલુ છે. 
 
તો આ તરફ અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મુસાફરો ગીતામંદિરથી હાથમાં થેલા અને સામાન લઇને ચાલતા ઘરે જવા માટે નજરે પડ્યા હતા. લોકડાઉન સમયે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે રીતે લોકો ચાલતા જવા મજબુર બન્યા હતા, તે દ્રશ્યો ફરી અમદાવાદમાં જોવા મળ્યા છે. 
 
એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, કર્ફ્યૂના કારણે એએમટીએસ સેવા સોમવાર સુધી બંધ રહેશે. સોમવારે કર્ફ્યૂં ખુલતાની સાથે જ સેવા પૂર્વવત્ત થઇ જશે. જો કે એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ખાસ એએમટીએસ બસ ફાળવવામાં આવી છે તેનું સંચાલન કરવામાં આવશે. 
 
અમદાવાદમાં કર્ફ્યૂના પગલે અમદાવાદ આવતી તમામ બસ રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે વાયા અમદાવાદ ચાલતી બસોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ એસટીનાં તમામ ડેપો બંધ રહેશે અને બસોનું સંચાલન પણ બંધ રહેશે.
 
અમદાવાદના જમાલપુર ફૂલ માર્કેટની વાત કરવામાં આવે તો કરફ્યૂના કારણે સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે. ગઈકાલે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા ઉમટ્યા હતા, તે જગ્યાઓ આજે સુમસામ ભાસી રહી છે. 
 
અમદાવાદમાં 57 કલાકના વિકેન્ડ કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. આવામાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર કરફ્યૂના કારણે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના તમામ મંદિરો સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભદ્રકાળી મંદિર પાસે આવેલું ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે. લોકો ઘરમાં રહે અને સુરક્ષિત સાથે કોરોનાનું સંક્રમણ અટકાવી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
શું ચાલું રહેશે?
- લગ્ન પર સ્થાનિક પોલીસ મંજૂરી બાદ ઉજવણી કરી શકાશે.
- અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
- દૂધ વિતરણ અને કરિયાણા વિતરણ તથા તેને લગતા વાહનો ચાલુ રહેશે.
- રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવવી પડશે.
- એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહી શકશે.
- સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રાખવા પડશે.
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવરને મંજૂરી આપવામાં આવી છે.
- પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
- તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી.
- તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
- પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી,પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
- આ સિવાયના તમામ એકમો અને ધંધા રોજગાર બંધ રહેશે.