Happy Diwali - ફટાકડા ફોડતી વખતે શું કરવું શું નહિ જાણો
દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. ઘણા લોકોને ફટાકડા ફોડવાની મજા આવતી હોય છે, પરંતુ આનંદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવો પણ બનતા હોય આવો જાણીએ
ખુલ્લી જગ્યામાં જ ફટાકડા ફોડવા જોઈએ.
આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ કે વાહનો ન હોય તેની કાળજી રાખવી જોઈએ.
હંમેશા લાયસન્સ ધરાવતા ફટાકડાવિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
ફટાકડા ફોડતી વખતે કૉટનનાં કપડાં પહેરવાં જોઈએ તથા પગમાં ચપ્પલ કે બૂટ પહેરવા જોઈએ.
બાળકો વડીલોની દેખરેખમાં જ ફટાકડા ફોડે છે તેનું ધ્યાન રાખવું.
જો ફટાકડાનો અવાજ મોટો હોય તો કાનની સંભવિત બહેરાશને ટાળવા માટે કાનમાં કૉટન મૂકો.
શ્વસન સાથેની આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોએ ઘરની અંદર રહેવાનો આગ્રહ રાખવો.
ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર અથવા અગરબત્તીનો ઉપયોગ કરો.
ઇમર્જન્સી માટે પાણીની ડોલ સાથે રાખો.
આગના કિસ્સામાં ફાયરબ્રિગેડને 101 પર કૉલ કરો.
બને ત્યાં સુધી ખુલ્લા ગ્રાઉન્ડમાં જ ફટાકડા ફોડવા.
ફટાકડા ફોડતી વખતે એક હાથનું અંતર રાખો.
ફટાકડા ફોડતી વખતે તેના પર લખેલી સૂચનાઓ ખાસ વાંચો.
ફટાકડાં એવા ફોડવા જે પર્યાવરણને અનુકૂળ હોય.
પ્રદૂષણ ઓછું કરે તેવા ફટાકડા ફોડવા.