બુધવાર, 22 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (14:04 IST)

ગાંધીધામ મેન બજાર માં દબાણ હટાવવાની કામગીરી ચાલુ

Gandhidham main market
ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ મેન બજાર માં દબાણ દૂર કરવા બુલડોઝર ચલાવીને આ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં જાહેર માર્ગો પર 350 જેટલા ગેરકાયદેસર દબાણો હોતા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે. જો સોમવાર સુધીમાં દબાણકારો જાહેર માર્ગો પરથી દબાણ દૂર નહીં કરે, તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે. 

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવીને આ દબાણો દૂર કરવામાં આવશે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હાલમાં જાહેર માર્ગોને પહોળા કરવા માટે માપણીની પ્રક્રિયા ચાલી રહી છે.