Shardiya Navratri Colours 2025- આ નોરતાના નવ દિવસમાં જાણી લો ક્યાં દિવસે કયો રંગ પહેરશો
નવરાત્રી અને શારદીય નવરાત્રી 2025 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. દરેક દિવસ મા દુર્ગાના દિવ્ય સ્વરૂપોનું પ્રતીક કરતા એક અનોખા રંગથી ચિહ્નિત થયેલ છે.
નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ જુદા જુદા રંગોનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ ગણાય છે. એવું કહેવાય છે કે જે ભક્ત નવરાત્રીદરમિયાન દિવસ પ્રમાણે રંગોનો ઉપયોગ કરે છે તેને માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે નવરાત્રિના કયા દિવસે કયો રંગ વાપરવો જોઈએ.
૨૨મી સપ્ટેમ્બર. - સફેદ રંગનાં વસ્ત્રો પરિધાન કરવામાં આવશે.
૨૩મી સપ્ટેમ્બરની.- લાલ રંગનાં કપડાં પહેરાશે.
૨૪મી સપ્ટેમ્બરના - રોયલ બ્લૂ કલરનાં કપડાં પહેરી શકાશે.
૨૫મી સપ્ટેમ્બરના - યલો કલરનાં વસ્ત્રો પહેરવામાં આવનાર છે.
૨૬મી સપ્ટેમ્બરે - લીલા રંગનાં વસ્ત્રો પહેરવામાં આવશે.
૨૭મી સપ્ટેમ્બરે - ગ્રે કલર પસંદ કરાશે. ગ્રે કલર
૨૮મીએ - ઓરેન્જ કલર શાંતિ તેમ જ જ્ઞાનનું પ્રતીક છે.
૨૯મી સપ્ટેમ્બરના રોજ પીકોક ગ્રીન કલર છે,
૩૦મી તારીખ- ગુલાબી રંગને પસંદ કરવામાં આવ્યો છે.