Janhvi Kapoor: જાહ્નવી કપૂરે વરુણ, સાન્યા અને રોહિત સાથે અમદાવાદમાં ઉજવી નવરાત્રી, જુઓ તસ્વીર
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે નવરાત્રીનો ઉત્સવ પારંપારિક અંદાજમાં શરૂ કર્યો અને તેણે આ અંગેની તસ્વીર શેયર કરી. નવલી નવરાત્રિના ત્રીજા નોરતે સની સંસ્કારી કી તુલસી કુમારીના સ્ટાર કાસ્ટ જાહ્નવી કપૂર, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતાં. અહીં વરુણ ધવને ગુજરાત એટલે ગરબા...ગુજરાત એટલે ધમાલ...કહેતા જ અમદાવાદીઓએ બુમાબુમ કરી માહોલ બનાવી દીધો હતો. બાદમાં ગુજરાતી ગીત પર જાહ્નવી કપૂર, વરુણ ધવન સહિતના બોલિવૂડ સ્ટાર ગરબે રમ્યા હતાં. તો સુરતમાં કિર્તીદાન ગઢવીના ગીત ડાકોરના ઠાકોર... પર અભિનેત્રી કરિશ્મા તન્નાએ લોકો વચ્ચે ગરબે રમી ધમાલ મચાવી હતી.
જાહ્નવી કપૂરની પોસ્ટ
જાહ્નવી કપૂરે આજે ઈસ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારી ના પોતાના કો-સ્ટાર્સ સાથે તસ્વીર શેયર કરી. આ તસ્વીરોમાં વરુણ, રોહિત, સાન્યા અને ખુદ જાહ્નવી પારંપારિક સ્ટાઈલિશ કપડામાં જોવા મળી રહ્યા છે. જાહ્નવીએ ઈસ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા લખ્યુ, હેપી નવરાત્રી સંસ્કારી સ્ટાઈલ. પહેલી તસ્વીરમાં બધા સાથે પોઝ આપતી દેખાઈ. અન્ય તસ્વીરોમાં જાહ્નવી વરુણ અને સાન્યા સાથે જોવા મળી.
'સની સંસ્કાર કી તુલસી કુમારી' વિશે
'સની સંસ્કાર કી તુલસી કુમારી' ફિલ્મનું રોમેન્ટિક ગીત 'તુ હૈ મેરી' તાજેતરમાં રિલીઝ થયું હતું. તે સચેત-પરંપરા દ્વારા ગાયું અને કંપોઝ કરવામાં આવ્યું છે, અને તેના ગીત કૌસર મુનીરે લખ્યા છે. શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત, આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 2 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, અક્ષય ઓબેરોય અને મનીષ પોલ મુખ્ય ભૂમિકામાં છે.