શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 નવેમ્બર 2020 (11:34 IST)

આજથી સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ

અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કર્યા બાદ આજે રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. ત્રણેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. આ અંગે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર દ્વારા રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં જણાવ્યું હતું. કેસોમાં વધારો થતાં અમદાવાદમાં પણ આજ રાતથી કરફ્યૂ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કરફ્યૂ આપવાને લઇને વિચારણા કરવામાં આવી હતી 
 
નીતિન પટેલે જણાવ્યું છે કે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.
 
કોરોનાના કેસ વધતા રાજકોટ, સુરત અને વડોદરામાં બેઠકો યોજાઈ હતી  રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં રાત્રી કરફ્યુ લદાશે  સ્ટેટ લેવલના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે, સાથે જ જણાવ્યું હતું કે રાજકોટથી અમદાવાદ જતી ST બસો પણ બંધ કરવામાં આવી છે.
 
અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.