સોમવાર, 3 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
Written By

Navratri Vrat Recipe - ઉપવાસના બટાકાના ભજીયા

Navratri Vrat Recipe
ઉપવાસના બટાકાના ભજીયા 
 
બટાકા - ૨-૩ બાફેલા
શિંગોડાનો લોટ - ૧ કપ
કૂટ્ટૂ નો લોટ - ૧/૨ કપ
લીલા મરચાં - ૧-૨ બારીક સમારેલા
કોથમીર  - ૧/૪ કપ બારીક સમારેલા
મીઠું - સ્વાદ મુજબ
ઘી - તળવા માટે
 
ઉપવાસના બટાકાના પકોડા કેવી રીતે બનાવશો?
 
પ્રથમ, બાફેલા બટાકાને મેશ કરો.
અને તેમાં શિંગોડાનો લોટ અથવા  કૂટ્ટૂ સાથેનો લોટ મિક્સ કરો. લીલા મરચાં, કોથમીર પાન અને મીઠું ઉમેરો.
અને સારી રીતે મિક્સ કરો.
હવે, મિશ્રણને નાના ગોળ આકાર આપો.
એક કડાઈમાં ઘી ગરમ કરો અને પકોડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તમારા ગરમ પકોડા તૈયાર છે.